ETV Bharat / city

સુરતીઓ નહીં સુધરે - ફાફડા જલેબીની લ્હાયમાં ભૂલ્યા કોરોના - કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ

ખાવા પીવાના શોખીન સુરતીઓને જ્યારે પણ મોકો મળે ત્યારે તેઓ ખાણીપીણીની દુકાનો પર ઉમટી પડે છે. રાજ્યમાં તાજેતરમાં જ કોરોનાની બીજી લહેર શાંત થઈ છે. ત્યારે સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાણીપીણીની દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો કોરોના ગાઈડલાઈન્સનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે. જેના કારણે આ લોકો જ કોરોનાની ત્રીજી લહેર માટે જવાબદાર બને તો નવાઈ નહિં.

ખાણીપીણીની દુકાનો પર લોકો ઉમટ્યા
ખાણીપીણીની દુકાનો પર લોકો ઉમટ્યા
author img

By

Published : Jul 4, 2021, 3:44 PM IST

Updated : Jul 5, 2021, 3:01 PM IST

  • શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની દુકાનો પર ભીડ
  • ઘણી બધી જગ્યાઓ પર લોકો કોરોના ગાઈડલાઈન્સને ભૂલ્યાં
  • આ પ્રકારના વર્તન થકી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ

સુરત : કોરોનાની બીજી લહેર શાંત થતા રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, નિયંત્રણોમાં ઘટાડો કરાયો હોવા છતાં કોરોના હજુ ગયો નથી. તેમ છતા ઘણાબધા લોકો સભાનતા ભૂલી રહ્યા હોય, તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં આવેલી ખાણીપીણીની દુકાનો પર રજાના દિવસોમાં લોકો ઉમટી પડ્યા છે. જેના કારણે દુકાનો પાસે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરાઈ રહ્યું નથી. એક સમયે એક જગ્યાએ આ જ રીતે ટોળા થતા રહેશે તો કોરોનાની ત્રીજી લહેરને અટકાવવી મુશ્કેલ જ નહીં, પરંતુ અશક્ય બની જશે. જેના માટે માત્ર લોકો જ નહીં, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં નિષ્ફળ ગયેલા દુકાન ધારકો તેમજ તંત્ર પણ જવાબદાર હશે.

કેટલીક જગ્યાઓએ લોકો જાગૃત, ઘણીબધી જગ્યાઓ પર નહિં

શનિ-રવિવારે રજા હોવાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાણીપીણીની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. કેટલીક જગ્યાઓ પર દુકાનદારો ગ્રાહકો પાસે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જ્યારે કેટલાક ગ્રાહકો દુકાનદારોની તમામ સૂચનાઓનું પાલન કરીને શિસ્તબદ્ધ રીતે ખરીદી કરતા જોવા મળ્યા હતા. જોકે, ઘણીબધી જગ્યાઓ પર કોરોના ગાઈડલાઈન્સનું જરાય પાલન ન કરાઈ રહ્યું હોવાનું પણ જોવા મળ્યું હતું. હવે, જે લોકો કોરોનાને લઈને જરાય તકેદારી નથી રાખી રહ્યા, તેમના ભોગે તકેદારી રાખનારા લોકોનો પણ ભોગ લેવાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

સુરતીઓ નહીં સુધરે - ફાફડા જલેબીની લ્હાયમાં ભૂલ્યા કોરોના

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ

કોરોનાની શરૂઆતી 2 લહેર લોકો અને તંત્ર માટે પડકારરૂપ બની હતી. શહેરના હજારો લોકોએ કોરોનાને કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કોરોનાની બીજી લહેરમાં રેમડેસિવિર ઈન્જેક્શન, હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન તેમજ વેન્ટિલેટર્સની અછત ઉભી થઈ હતી. આ વચ્ચે તજજ્ઞોએ કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરતા લોકોએ સભાન થવાની જરૂર છે. જેની જગ્યાએ લોકો ભીડ એકઠી કરી રહ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે નિયંત્રણોમાં ઘટાડો કર્યો હતો. જોકે, પોતાની જવાબદારી સમજીને તકેદારી રાખવાની જગ્યાએ લોકો ખાણીપીણીની દુકાનો પર ભીડ એકઠી કરીને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Last Updated : Jul 5, 2021, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.