ETV Bharat / city

રો પેક્સ સર્વિસ: દરિયામાં ભારે કરંટના કારણે જહાજમાં ટેકનિકલ ખામી સર્જાઈ

આગામી 8 નવેમ્બરથી વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની શરૂઆત થશે. આજે રો-પેક્સ ફેરીની ટ્રાયલ રાખવામાં આવી હતી.

દરિયામાં ભારે કરંટના કારને જહાજ ટેક્નિકલ ખામી સર્જાઇ

author img

By

Published : Nov 6, 2020, 8:23 PM IST

  • રો રો ફેરીને કારણે 370 કિલોમીટરનું અંતર માત્ર 90 કિલોમીટર થશે
  • રો-રો ફેરી સર્વિસની ટ્રાયલ હજીરા ખાતે કરાઈ
  • સાત નવનિર્મિત રો ટર્મિનલનું લોકાર્પણ

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રો રો ફેરી સર્વિસ રવિવારથી શરૂ થશે. તે પહેલા રો રો ફેરી સર્વિસની ટ્રાયલ આજે હજીરા ખાતે કરવામાં આવી હતી. જોકે દરિયામાં ભારે કરંટના કારણે જહાજમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેથી જહાજને સુરતના હજીરા પોર્ટ ખાતે લાવવામાં આવ્યું હતું. જ્યાં ટેકનીકલ ખામીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રો રો ફેરીને કારણે 370 કિલોમીટરનું અંતર માત્ર 90 કિલોમીટર થવાને કારણે ઓછા સમયમાં લોકો દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી પહોંચી શકશે. સાથે જ ઉદ્યોગોને પણ મોટા પ્રમાણમાં લાભ થશે.

દરિયામાં ભારે કરંટના કારને જહાજ ટેક્નિકલ ખામી સર્જાઇ

ટેક્નિકલ ખામી સર્જાઈ

8 નવેમ્બરથી ઘોઘા અને હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ શથે. આ સર્વિસથી વાહન માર્ગના 370 કિલોમીટરનું અંતર દરિયાઈ માર્ગે ઘટીને માત્ર 90 કિલોમીટર થઈ જશે. આજે આ રો-રો ફેરી સર્વિસની ટ્રાયલ હજીરા ખાતે કરવામાં આવી હતી. સમુદ્ર વચ્ચે આ જહાજ રોકવામાં આવ્યું હતું. કારણ કે દરિયામાં ભારે કરંટના કારણે જહાજમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. જહાજને હજીરા અદાણી પોર્ટ પર લાવવામાં આવ્યું હતું અને ટેકનિકલ ખામી દૂર કરવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે.સૌરાષ્ટ્રની અંદાજે 20 લાખની વસતી સુરતમાં વસે છેવીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સેવાનો શુભારંભ કરશે. સાથે સાત નવનિર્મિત રો ટર્મિનલનું પણ લોકાર્પણ કરશે. સુરતની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદાજે 20 લાખની વસતી સુરતમાં વસે છે. આ સર્વિસના કારણે તેઓને ઘણો લાભ થશે. ખાસ કરીને ધંધાર્થે સુરત સ્થાયી થયેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ અને વ્યવસાય અર્થે આ ખૂબ જ લાભકારી સિદ્ધ થશે. આ સર્વિસ આવનારા સમયમાં ઘણી ઉપયોગી સાબિત થશે. દિવાળી પર્વ પૂર્વે જ રો-રો ફેરી સેવા શરુ થવાથી વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રના અંદાજે 20 લાખ લોકોને દિવાળી મનાવવા માટે વતન જવામાં સરળતા રહેશે. રો-પેક્સ સેવા શરૂ થયા બાદ આ યાત્રા માત્ર 4 કલાકની થઇ જશે.

ગુજરાતના દરિયાકાંઠાને દક્ષિણ ભારત સાથે જોડવાની યોજના

કેન્દ્રીય શિપિંગ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, હજીરા સિવાય ઘોઘા, ગોવાથી સુરત, પીપાવાવથી સુરત, સુરતથી દીવ અને સૌરાષ્ટ્રથી મુંબઇ કાંઠો પણ જોડવામાં આવશે. ગુજરાતના દરિયાકાંઠાને દક્ષિણ ભારત સાથે જોડવાની યોજના પર કામ ચાલી રહ્યું છે જેથી ગુજરાતથી દક્ષિણ ભારતમાં નિકાસની સંભાવના વધી શકે. તેમણે કહ્યું કે ઘોઘાથી હજીરાનું અંતર 370 કિલોમીટર છે. જે પાણીના માર્ગ દ્વારા 90 કિલોમીટરનું રહેશે. દરરોજ રો રો ફેરી 3 રાઉન્ડ કરશે. જેથી વર્ષમાં 5 લાખ મુસાફરો, 80 હજાર પેસેન્જર વાહનો, 50,000 ટુ-વ્હીલર તથા 30 હજાર ટ્રકો મુસાફરી કરી શકશે.જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા ત્યાંના જિલ્લાઓ આર્થિક રીતે વધુ મજબૂત બનશે અને રોજગારીની નવી તકો ઉભી થશે એમ દાવો કરાયો છે.

રો-પેેક્સથી થનાર લાભની શક્યતા

રો-પેક્સ ફેરી સેવાથી ઘોઘાથી હજીરાનું 370 કિલોમીટરનું અંતર પાણીના માર્ગ દ્વારા માત્ર 90 કિલોમીટરનું થશે જે માત્ર 4 કલાકમાં પૂરું કરાશે

ઈંધણના વપરાશમાં ઘટાડો થવાથી દેશના અર્થતંત્ર પર તેની સીધી અસર પડશે. દૈનિક 9000 લીટર અને દર વર્ષે 33,13,000 લીટર ઈંધણની બચત થશે.

ઈંધણની આ બચતથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં મોટો ઘટાડો થતા ભાવિ પેઢીઓ માટે પર્યાવરણનું રક્ષણ કરવામાં મદદ મળશે. વર્ષે 5 લાખ પ્રવાસીઓ, 80 હજાર પેસેન્જર વાહનો, 50,000 ટુ-વ્હીલર અને 30 હજાર ટ્રકની હેરફેર કરી શકાશે.

ખૂબ જ ગીચ ધોરીમાર્ગો પરથી ટ્રાફ્કિ સ્થળાંતરિત થતાં માર્ગ અકસ્માતોની સાથે ધોરીમાર્ગોને થતાં નુકસાનમાં પણ ઘટાડો થશે. લોકોના જીવ બચશે તેમજ મેડિકલ ખર્ચ અને વીમાના દાવામાં ઘટાડો થશે.
નોકરીની તકોમાં વધારો થશે. બંને પ્રદેશોના સ્થળાંતરિત કામદારો તેમના ગૃહ શહેરમાં સરળતાથી પહોંચી શકશે જેથી સામાજિક આને આર્થિક જીવનમાં સુધારો આવશે.

હેરફેરના ખર્ચમાં ઘટાડો થશે જેથી ઉત્પાદનોની પડતર કિંમત ઘટશે અને ભારતીય ઉત્પાદનો વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધા કરી શકશે.

સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા પ્રવાસન ઉદ્યોગ તથા સોમનાથ મંદિર, સાસણગીર, ગીરનાર, દ્વારકા, શેત્રુંજય, જામનગરના ઇકો ટુરીઝમને વેગ મળશે.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.