ETV Bharat / city

રશિયન ફેડરેશનને પ્રતિબંધીત કરાશે તો સુરતના હીરા ઉદ્યોગ પર માઠી, જાણો કેટલો ભાવ વધશે - Russia ukraine war Effects

યુક્રેન રશિયાના (Russia ukraine war Effects) યુદ્ધને કારણે સુરતના હીરા ઉદ્યોગને (Diamond Industries Surat) મોટો ફટકો પડ્યો છે. આ યુદ્ધની અસરમાંથી ઉદ્યોગો ધીમે ધીમે બેઠાં થઈ રહ્યા છે ત્યાં ફરી એક મોટો ફટકો પડવા જઈ રહ્યો છે. જે અંગે ઉદ્યોગકારોએ ચિંતા વ્યક્ત કરી છે.

રશિયન ફેડરેશનને પ્રતિબંધીત કરાશે તો સુરતના હીરા ઉદ્યોગ પર માઠી, જાણો કેટલો ભાવ વધશે

author img

By

Published : Jul 1, 2022, 10:59 PM IST

સુરતઃ સુરત અને મુંબઈ હીરા ઉદ્યોગ (Russia ukraine war Effects) સાથે સંકળાયેલા વેપારીઓની નજર તમામની બોત્સ્વાનામાં શરૂ થનારી આગામી ચાર-દિવસીય કેપી ઇન્ટરનેશનલ બેઠક પર છે. કારણ કે (Diamond Industries Surat) સિવિલ સોસાયટી ગઠબંધન દ્વારા રશિયન ફેડરેશનને કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમમાં સહભાગી તરીકે દૂર કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. બોત્સ્વાનામાં કેપી ઇન્ટરનેશનલ મીટિંગમાં રશિયન ફેડરેશનને KPCS પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવશે. તો સુરતના સમગ્ર હીરા ઉદ્યોગને નુકસાન થશે. ઉત્પાદન એકમોમાં રફ હીરાની તીવ્ર અછત થશે.

રશિયન ફેડરેશનને પ્રતિબંધીત કરાશે તો સુરતના હીરા ઉદ્યોગ પર માઠી, જાણો કેટલો ભાવ વધશે

આ પણ વાંચોઃ હવે સાયકલ ઉપર પણ 'સી ટીમ' સજ્જ, ભીડવાળી જગ્યાઓ પર રહેશે બાજ નજર

ભાવ વધી શકેઃ આ ઉપરાંત રફ હીરાના ભાવ આસમાને જઈ શકે છે.રશિયન ફેડરેશનને KP સ્કીમમાંથી હાંકી કાઢવામાં આવશે તો રશિયન સ્ટેટ માઇનિંગ કંપની અલરોઝા દ્વારા વેચવામાં આવતા રફ હીરા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. સુરતની વાત કરવામાં આવે તો 30 ટકા રફ ડાયમંડ રશિયાથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી યુદ્ધના કારણે અમેરિકાએ રશિયાની રફ ડાયમંડ કંપનીઓ પર પ્રતિબંધો મુક્યો છે. ભારત રશિયાના અલરોઝામાંથી હીરાનો સૌથી મોટો ગ્રાહક છે. દર વર્ષે 1 બિલિયનથી વધુ મૂલ્યના હીરાની નિકાસ રશિયાથી સીધા મુંબઈ અને સુરતમાં થાય છે.

આ પણ વાંચોઃ બાયોડાયવર્સિટી પાર્કને ડેવલપ કરવા બે એજન્સીએ 80 કરોડ આપ્યા, અફલાતુન સુવિધા થશે તૈયાર

અછત ઊભી થશેઃ જ્યારે લગભગ 3.5 બિલિયન દુબઈ અને એન્ટવર્પ મારફતે આવે છે. ડી બીયર્સ પછી અલરોસા વિશ્વની બીજી સૌથી મોટી હીરા ખાણકામ કરતી કંપની છે. યુ.એસ.માં જ્વેલરી કંપનીઓ અને હીરાના વેપારીઓએ રશિયાના યુક્રેન પરના આક્રમણ અને માનવાધિકારના ઉલ્લંઘન ને ધ્યાનમાં રાખી રશિયાની કંપની ઉપર બેન લગાવી દીધું છે. જો આ બેન સમયસર નહીં ઘટે તો સુરત અને મુંબઇમાં ડાયમંડ ની અછત સર્જાઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.