- ઓઈલ વેપારીના કર્મચારીઓના હાથમાંથી 12.40લાખની રોકડ ભરેલી બેગ ઝુટવી કેટલાક ઈસમો ફરાર થઇ ગયા હતા
- આ ઘટનામાં એક કિશોર અને ત્રણ ઈસમોની ધરપકડ કરી લુંટમાં ગયેલો મુદામાલ કબજે કર્યો
- આરોપી સુનીલ જગદીશભાઈ વણઝારા ત્રણ વર્ષ પહેલા રાંદેર પોલીસ મથકમાં મારામારીના ગુનામાં પકડાયો હતો
સુરત : ન્યુ રાંદેર ગોરાટ રોડ પર રહેતા મોહમદ આદીલ જાવેદભાઈ દેરડીયા અડાજણ પાટિયા પાસે એ.જે.ફ્રેબીક્સ નામની પેઢી ધરાવે છે જેમાં એચ.પી.સી.એલ.ની ડીસટ્રીબ્યુશનધરાવી ઓઈલનો વેપાર કરે છે. જેઓની ઓફિસમાં કામ કરતો શેખ મુનીર ઉર્ફે જમાલ હનીસફરીદ શેખ તથા મોહમદ તનવીર ગુલામોયુદીન શેખ એક બાઈક પર બેસી 12.40 લાખની રોકડ બેગમાં મૂકી વેસુ વી.આઈ.પી.રોડ પાસે નિમેષભાઈ શાહને આપવા ગયા હતા. દરમ્યાન તેઓ રાહ જોઇને ઉભા હતા ત્યારે એક બાઈક પર ત્રણ ઈસમો ત્યાં આવ્યા હતા અને બંને કમર્ચારીઓને માર મારી છરી જેવા સાધનથી મોહમદ તનવીરને પેટના ભાગે તથા શરીરન બીજા ભાગે ગંભીર ઈજાઓ 12.40 લાખ ભરેલી બેગ ઝુટવી ફરાર થઇ ગયા હતા.
આ પણ વાંચો : 'કેપ્ટન' પર ભારે પડ્યો 'ખેલાડી, નવજોત સિંહ સિદ્ધુએ બદલો વાળ્યો - અમરિંદરે છોડવી પડી CM ખુરશી
ગણતરીના કલાકમાં પોલીસે ઉકેલ્યો કેસ
આ મામલે પોલીસને જાણ કરતા ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે તેમજ આસપાસ લાગેલા CCTV ફૂટેજની મદદથી અડાજણ પાટિયા ખાતે આવેલી બાપુનગર ઝૂપડપટ્ટીમાં રહેતા મઈનુંદિન ઉર્ફે સીદીક નજીર શેખ, શીતલ ચાર રસ્તા પાસે રહેતા અને શાકભાજીની લારી ચલાવતા 22 વર્ષીય સુનીલ જગદીશભાઈ વણજારા, અમરોલી કોસાડ આવાસમાં રહેતો અને કટલેરીની લારી ચલાવતો 19 વર્ષીય દેવ ઉર્ફે કરણ સોમાભાઈ વણજારા તથા એક 17 વર્ષના કિશોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી લુટમાં ગયેલો તમામ મુદામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો : બાવળા પોલીસે હથિયારોની હેરાફેરી કરનારા 21 વર્ષિય યુવકને ઝડપી પાડ્યો, 5 પિસ્તોલ અને 40 કારતૂસ કબ્જે
15 દિવસ જેલમાં રહીને જમીન પર મુક્ત થયો હતો
સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, "ઝડપાયેલો આરોપી મઈનુંદિન ઉર્ફે સીદીક નજીર શેખને જાણવા મળ્યું હતું કે કર્મચારીઓ આવી રીતે પૈસા લઈને નીકળે છે. એક મજૂરની ટીપ બાદ આ ઘટના બની હતી તેને તેના મિત્રોને વાત કરી આ લુંટનો પ્લાન બનાવ્યો હતો. ઝડપાયેલા આરોપી પૈકી સુનીલ જગદીશભાઈ વણઝારા ત્રણ વર્ષ પહેલા રાંદેર પોલીસ મથકમાં મારામારીના ગુનામાં પકડાયો હતો અને 15 દિવસ જેલમાં રહીને જમીન પર મુક્ત થયો હતો. એક મહિના પહેલા તેની વિરુદ્ધમાં જહાંગીરપુરા પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. આ ઉપરાંત ઝડપાયેલો કિશોર સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેથી તે એક મહિનો ઓબ્ઝેવેશન હોમમાં રહ્યો છે.