ETV Bharat / city

Road Accident In Surat: સુરતમાં એક સાથે 3 વાહનો વચ્ચે અકસ્માત, 2 લોકોના કમકમાટીભર્યા મોત

સુરતમાં ગતરાત્રે એકસાથે 3 વાહનો વચ્ચે અકસ્માત (Road Accident In Surat) સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. બાઇક મોપેડ અને છોટા હાથી વચ્ચે થયેલા આ અકસ્માતથી 2 પરિવારોમાં માતમ છવાયો છે.

Road Accident In Surat: સુરતમાં એક સાથે 3 વાહનો વચ્ચે અકસ્માત, 2 લોકોના કમકમાટીભર્યા મોત
Road Accident In Surat: સુરતમાં એક સાથે 3 વાહનો વચ્ચે અકસ્માત, 2 લોકોના કમકમાટીભર્યા મોત
author img

By

Published : Feb 16, 2022, 5:23 PM IST

સુરત: સુરતના કોઝવે (Surat Causeway Accident) પાસે ગતરોજ રાતે એક સાથે મોપેડ, બાઈક અને છોટા હાથી ટેમ્પો વચ્ચે અકસ્માત (Road Accident In Surat) થયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક અને મોપેડ ચાલક પુત્રીનું ઘટના સ્થળે જ મોત (Death In Accident In Surat) થયું હતું. અન્ય 2ને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બાઈકચાલક લેબર કોન્દ્રાક્ટરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને મોપેડ ઉપર જઈ રહેલા માતા-પુત્રી તેઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. અકસ્માતમાં પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસ કંટ્રોલરૂમમાં 9:45 વાગે અકસ્માતનો કોલ આવ્યો

આ ઘટના બાબતે કતારગામ પોલીસે (katargam surat police) જણાવ્યું કે, સુરતના સિંગળપોર પાસે કોઝવે નજીક ગતરાત્રે 3 વાહનો વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. તેમાં કતારગામ ભાવનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય મુકેશભાઈ બારૈયા જેઓ લેબર કોન્દ્રાક્ટર છે. મુકેશભાઈ પોતાના પૂત્ર સાથે અડાજણ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા અને ત્યાં સિંગણપુર કોઝવે પાસે છોટાહાથી ટેમ્પો અને મોપેડ સાથે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે છોટા હાથી ટેમ્પો પલટી મારી ગયો હતો અને બાઈકચાલક મુકેશભાઈનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. તેમનો પુત્ર પણ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાં જ મોપેડ ઉપર સવાર માતા-પુત્રી પણ ઇજાગ્રસ્ત થયા હતા. પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસ કંટ્રોલરૂમમાં 9:45 વાગે કોલ મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એ પહેલા ઇજાગ્રસ્ત માતાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને પુત્રને પણ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે અમે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Pasodra murder case Update : પાસોદરા હત્યા કેસના આરોપી ફેનિલની ઓળખ પરેડ કરાઈ

7 વર્ષ પહેલા જ મુકેશ ભાઈના લગ્ન થયા હતા

આ અકસ્માતમાં બાઈકચાલક લેબર કોન્દ્રાક્ટર (labour contractor in surat)નું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બાબતે પરિવારે જણાવ્યું કે, મુકેશભાઈના 7 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. તેમને 5 વર્ષનો પુત્ર પણ છે, જે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારમાં વિધવા માતા, પત્ની અને 5 વર્ષનું બાળક છે. પરિવારનું ગુજરાન ચલાવવા તેઓ એક માત્ર સહારો હતા, પણ તેઓ પણ હવે રહ્યા નહીં, જેથી આર્થિક સહારો ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

આ પણ વાંચો: "બીજેપીમાં જોડાયેલા કોર્પોરેટરોનો આત્મા મરી ગયો છે", આપના નેતાઓએ સફેદ કપડા પહેરી અર્પી શોકાંજલિ

સિવિલ સર્વિસની તૈયારી કરી રહી હતી દીકરી

આ અકસ્માતમાં મોતને ભેટેલી પુત્રી તન્વીના પરિવારે જણાવ્યું કે, ગઈકાલે તન્વી માતાને લઇ દવા લેવા ગઈ હતી. અમને ઘટનાની જાણ કરતો પોલીસનો ફોન આવ્યો. માતા રેણુકાના ખભાનું આજે ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેને લઇ દવા લેવા ગઈ હતી. તન્વી ભણવામાં ખુબ જ હોશિયાર હતી અને તે સિવિલ સર્વિસની તૈયારી (Civil service preparation in surat) કરી રહી હતી. દીકરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. પરિવારમાં રેણુકાબેન હાઉસ વાઈફ તરીકે છે અને પિતા બ્રોકરેજના કામકાજ સાથે સંકળાયેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.