સુરત: પોલીસ કમિશનર કચેરીએ આજે મોટી સંખ્યામાં શહેરના વરાછા, સરથાણા વિસ્તારના રિક્ષાચાલકો એકઠા થઈ પોલીસ કમિશનરને રજૂઆત કરવા મોરચો લઈને પહોંચ્યા હતાં. અબશબ્દો બોલી ગાળો આપવામાં આવે છે જો અમે હપ્તો આપવાની ના કરીએ તો અમારે માર પણ ખાવો પડે છે. અમને પછાત વર્ગના (Backward class people)લોકો કહી અપમાનિત કર્યા હતા.
સરથાણા વિસ્તારના રિક્ષાચાલકોએ મોરચો કાઢયો
વરાછા, સરથાણા વિસ્તારના રિક્ષાચાલકો (Rickshaw drivers of Sarthana)એકઠા થઈ પોલીસ કમિશનર કચેરીએ મોરચો લઈને પહોંચ્યા હતાં.સુરત પોલીસ કમિશનર (Commissioner of Police Surat) કચેરીએ આજે મોટી સંખ્યામાં શહેરના વરાછા, સરથાણા વિસ્તારના રિક્ષાચાલકો એકઠા થઈ પોલીસ કમિશનર કચેરીએ મોરચો લઈને પહોંચ્યા હતાં. શહેરના ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમની પાસેથી હપ્તાઓ લેવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો સાથે રિક્ષાચાલકો પોલીસ કમિશનર કચેરીએ આવી આવા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ અને તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવે એવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.
પછાત વર્ગના લોકો છો અમને હપ્તો આપો
રિક્ષાચાલકોએ કહ્યું કે પૈસા ન આપીએ તો અમોને અબશબ્દો બોલી ગાળો આપવામાં આવે છે. અમે બધા રિક્ષાચાલકો છીએ. અમારા બધા પાસેથી ક્રાઇમબ્રાન્ચના કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા હપ્તાઓ લેવામાં આવી રહ્યા હતાં. અમે શહેરના સરથાણા (Sarthana Surat)વિસ્તારના રિક્ષાચાલકો આખો દિવસ નોકરી કરીએ છીએ અને સાંજે અમે ત્યાં રીક્ષાઓ ઊભી કરીએ છીએ. કેટલાક પોલીસ કર્મચારીઓ અમારી પાસે હપ્તાઓ લઈ જાય છે. અમને એમ કહે છે કે તમે પછાત વર્ગના (Backward class people)લોકો છો અમને હપ્તો આપો. પૈસા ન આપે તો ગાળો આપવામાં આવે છે. અમને મારવામાં પણ આવે છે. અમારા કેટલા લોકોને મારવામાં પણ આવ્યાં છે.
આ પણ વાંચો: સુરતમાં સ્થાનિક બુટલેગરના ત્રાસથી કંટાળી પરિવારજનોએ પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી
પોલીસ સ્ટેશનમાં ત્રણ વખત ફરિયાદ આપી
વધુમાં જણાવ્યુકે સુરત ક્રાઇમ (Sarthana Surat)બ્રાન્ચના હવાલદાર મહેન્દ્રસિંહ બડોરીયા , સતપાલસિંહ તોમર જેઓ શહેર ક્રાઈમ બ્રાંચમાં અધિકારી છે. તેઓ કહે છે કે પોલીસ કશું કરશે તો હું બેઠો છું. અમે આજ બાબતને લઈને સરથાણા પોલીસ સ્ટેશનમાં ત્રણ વખત ફરિયાદ આપી છે પરંતુ હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આજે ફરીથી ગયા તો ત્યાંથી અમને ભગાડી દેવામાં આવ્યાં. અમારા લોકોને અમારા ઘરમાંથી ઊંચકીને લઇ જવામાં આવે છે અને ગમે તેવા કેસો લગાવી દેવામાં આવે છે. આજ મુદ્દાને લઈને અમે પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 56,000 વિદેશી દારૂ ઉપર બુલડોઝર ચલાવાયું