સુરત : રિઝર્વ બેન્ક ઇન્ડિયાએ એક ખાસ જાહેરાત કરી છે જેના કારણે ડોલર ઉપર નિર્ભરતા હવે ઘટશે અને આંતરરાષ્ટ્રીય ટ્રેડ સેટલમેન્ટ (RBI International Trade Settlement) રૂપિયામાં કરી શકાશે. આરબીઆઈના નિર્ણયને સુરત હીરા ઉદ્યોગે (Diamond industry in Surat)આવકાર્યો છે. નિષ્ણાતો માની રહ્યા છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના (Russia and Ukraine war) કારણે જે પેમેન્ટ અટક્યું હતું તે હવે આરબીઆઈના નિર્ણયથી સહેલાઈથી મળી શકશે અને આવનાર દિવસોમાં ડોલર પર નિર્ભરતા (Dollars for international trade) ઘટી જશે.
RBIની ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ માટે જાહેરાત - છેલ્લા ઘણા સમયથી રૂપિયા સામે ડોલરની મજબૂતાઈથી ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો એટલું જ નહીં સરકાર દ્વારા સોના ઉપર ડ્યુટી વધારી દેવાતા જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા હતાં. પરંતુ સોમવારે જે રીતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ એક ખાસ ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ (RBI International Trade Settlement)માટે જાહેરાત કરી છે તેના કારણે સુરતમાં હીરા ઉદ્યોગમાં (Diamond industry in Surat) એક નવી ચમક જોવા મળી રહી છે. આરબીઆઈએ જાહેરાત કરી છે કે ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ રૂપિયાથી થઈ શકશે. આ માટે બેંકોને નિર્દેશ પણ આપ્યા છે. આરબીઆઈના નિર્ણયથી ઈમ્પોર્ટ એક્સપોર્ટ (Import Export Business) હવે રૂપિયામાં થઈ શકશે.
આ પણ વાંચોઃ Demand for Labgron Diamond: રીયલ નેચરલ હીરા કરતા લેબમાં તૈયાર ગ્રીન ડાયમંડની ડિમાન્ડ
રશિયા સાથે સીધા રૂપિયામાં થઈ શકશે વેપાર- અત્રે ઉલ્લેખનીય છે કે હીરા કારોબારમાં ઈમ્પોર્ટ - એક્સપોર્ટ ડોલરમાં (Dollars for international trade) થાય છે અને ડોલરના વધતા ભાવના કારણે તેની સીધી અસર ઉદ્યોગ પર પણ જોવા મળે છે. જો હવે ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ (Import Export Business) રૂપિયામાં થઈ શકશે તો તેનો સીધો લાભ હીરા ઉદ્યોગને ચોક્કસથી મળશે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા નીલેશ બોડકીએ જણાવ્યું હતું કે, આરબીઆઈએ જે નિર્ણય (RBI International Trade Settlement)લીધો છે તેના કારણે ચોક્કસથી સુરતમાં હીરા ઉદ્યોગને (Diamond industry in Surat)લાભ થશે અને ડોલર સામે જે નિર્ભરતા છે તે નહિવત રહેશે. રશિયા અને યુક્રેન યુદ્ધના (Russia and Ukraine war)કારણે જે પેમેન્ટ સ્ટોપ થઈ ગયું હતું તે મળી રહેશે. રશિયા સાથેનો વેપાર સીધા રૂપિયામાં થઈ શકશે.
આ પણ વાંચોઃ વિશ્વભરમાં કોરોનાનો કહેર ઓછો થતા હીરા અને જ્વેલરીના એક્સપોર્ટમાં 33.17 ટકાનો વધારો
હીરા ઉદ્યોગ ખૂબ જ સારી રીતે ચાલશે અને વધુ સક્ષમ બનશે - નીલેશ બોડકીએ વધુમાં જણાવ્યું હતું કે નોટિફિકેશનમાં શ્રીલંકા રશિયા સહિતના અન્ય દેશોનો ઉલ્લેખ છે. આવનાર દિવસોમાં આરબીઆઈ શું વધુ નિયમો (RBI International Trade Settlement)લાવશે તે જોવાનું રહ્યું, પરંતુ હવે વેપારીઓને રાહત રહેશે. અગાઉ અમે ડોલરનો રેટ લઈને બીજી ઇન્ટરમિડીયેટ બેંકમાં ટ્રાન્સફર કરતા હતાં. ઇન્ટરમિડીયેટ બેંક આ પ્રોસિજર માટે ચાર્જ લેતી હતી અને ત્યારબાદ જ્યાં એક્સપોર્ટ થતું હતું ત્યાં આ બેંક ટ્રાન્સફર કરતી હતી. પરંતુ હાલ જે આરબીઆઈ સર્ક્યુલર (Reserve Bank of India Circular) આવ્યો છે તેનાથી હવે એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ (Import Export Business) રૂપિયામાં થશે. આ નિર્ણયના કારણે સુરતમાં હીરા ઉદ્યોગ (Diamond industry in Surat) ખૂબ જ સારી રીતે ચાલશે અને વધુ સક્ષમ બનશે.