ETV Bharat / city

આ વ્યક્તિ જીવતા કરતા મરેલા લોકોને વધુ મળ્યો, જાણો કેવી રીતે... - બીમારીમાં મૃતદેહોનો ઢગલો

સુરતમાં 33 વર્ષની નોકરીમાં પોસ્ટમોર્ટમ રૂમમાં 50,000 કરતા વધુ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર કર્મચારી રમણ સોલંકી નિવૃત થયા છે, નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહોને ચીરફાડ કરનાર કર્મચારી પોસ્ટમોર્ટમ રૂમમાં 33 વર્ષની કામગીરીમાં જેટલા જીવતા માણસને ન મળ્યા હોય એટલા 50,000 કરતાં વધુ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરી ચુક્યા છે.

પોસ્ટમોર્ટમ કરનાર કર્મચારી રમણ સોલંકી નિવૃત

author img

By

Published : Aug 3, 2021, 8:09 PM IST

  • સુરતમાં રહેતા પોસ્ટમોર્ટમ સ્પેશિયાલીસ્ટ રમણ સોલંકી થયા નિવૃત
  • રમણભાઈએ નોકરી દરમિયાન 50,000 થી વધું પોસ્ટમોર્ટમ કર્યા
  • પુર, રમખાણો અને કોરોના કાળની પરિસ્થિતિ અંગે પણ કરી વાત

સુરત : શહેરના ભટાર વિસ્તારમાં રહેતા રમણ સોલંકી 1983માં નવી સિવિલ હોસ્પિટલમાં વર્ગ-૪ના કર્મચારી તરીકે જોડાયા હતા. રમણભાઈએ જૂની યાદોને વર્ણવતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં 6 વર્ષની નોકરી બાદ 1988માં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે નોકરી આપવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રૂમમાં નોકરીના પ્રથમ દિવસે પોસ્ટમોર્ટમ રૂમની અંદર પડેલા મૃતદેહોના દ્રશ્ય નજર સામેથી જતા નહીં અને ગળાની નીચે કોળિયો ઉતરતો નહોતો, મૃતદેહો જોઈને ભયભીત થઈ ગયો હતો. એક મહિના સુધી જમવા માટે લાવેલા ટિફિન ખાધા વગર ઘરે પાછો લઈ જતો હતો. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, મારા સિનિયર ભીખુભાઈએ મને બરાડા પાડી, બોલી-બોલીને પોસ્ટમોર્ટમનું કામ કરાવતા અને ત્યારબાદ ધીરે-ધીરે સમયની સાથે પોસ્ટમોર્ટમાં આવતા મૃતદેહોના દ્રશ્યો સામાન્ય બનતા ગયા.

આ પણ વાંચો: National Doctors' Day : મળો 6900થી વધુ પોસ્ટમોર્ટમ કરનારા સુરતના મહિલા ડૉક્ટરને

મૃતદેહોના કારણે પગ મૂકવા જગ્યા પણ ન મળતી

રમણભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, 1994 પ્લેગની બીમારીમાં મૃતદેહોનો ઢગલો એટલો હતો કે, પગ મૂકવા જગ્યા પણ ન મળતી. મૃતદેહ પર બેસીને મૃતદેહને ટાકા મારવા પડતા આવી સ્થિતિ પણ આવી હતી. જમવાનું પણ ન મળતું, સ્થિતિ બહુ જ ખરાબ હતી. ત્યારબાદ 2002માં કોમી તોફાનમાં એટલા મૃતદેહો આવ્યા હતા કે મૃતદેહોના દ્રશ્ય જોઈને ભયભીત થઈ જતા હતા. ત્યારબાદ 2002માં પુર આવ્યું, ત્યારે ખૂબ જ ખરાબ સ્થિતિ હતી, ખરાબ મૃતદેહો આવતા, મૃતદેહોમાંથી જંતુ નીકળતા અમારા અને ડોક્ટરોના હાથ પર ચડી જતા હતા. ફરી ઘરે આવ્યા બાદ પણ આવું અહેસાસ થતો કે અમારા શરીર પર કોઈ જંતુ તો ચડી નહિ ગયું ને !

આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા પોસ્ટમોર્ટમ રૂમમાં ઉંદરને પકડવા પિંજરા મુકાયા

જેટલા જીવતા માણસને નહીં મળ્યો એટલે મૃતદેહોને મળ્યો

કોરોનાની મહામારીમાં કામગીરી કરી લોકો પોતાના પરિવારના મૃતદેહથી દૂર ભાગતા અને મૃતદેહને કોઈ હાથ પણ લગાવતું ન હતું. આ દરમિયાન અમે પરિવારના લોકોને મૃતદેહોનો ચહેરો જોવા કપડું નીચે ઉતારીને બતાવતા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, હવે હું રિટાયર થઈ ગયો છું, હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કામ કરેલા ડોક્ટર અને સાથી મિત્રની વધુ યાદ આવે છે. તે 33 વર્ષની નોકરીમાં 50,000 કરતાં વધુ મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરી ચુક્યો છું, જેટલા જીવતા માણસને નહીં મળ્યો એટલા મૃતદેહોને મળ્યો છું. પોસ્ટમોર્ટમ રૂમમાં કામ કરનારા કર્મચારીઓ પૈકી રમણ સોલંકી એકજ આવા કર્મચારી છે, જે રીટાયર થયા છે. એમના પહેલા એક કર્મચારી રીટાયર પહેલા જ મૃત્યું થયું છે, હાલ રમણભાઈ રીટાયર થઈને પરિવારને સમય આપી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.