- સુરતના ભાગલ વિસ્તારમાં માવાના વેપારીઓના ત્યાં દરોડા
- ઘારી બનાવવામાં વપરાતા માવાના સેમ્પલો લેવામાં આવ્યા
- રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાશે
સુરત: ચંદી પડવા (Chandi Padvo)સહિતના તહેવારો આવતા હોવાને કારણે આરોગ્ય વિભાગ (Health Department) પણ સક્રિય થયું છે. સુરતના આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી મીઠાઈ (Sweets) વિક્રેતાઓ સહિત માવાના વેપારીઓના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ભાગલ વિસ્તાર (Bhagal)માં વેપારીને ત્યાં દરોડા પાડી ઘારી બનાવવામાં વપરાતા માવાના સેમ્પલો લઈ તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
સુરત શહેરના મીઠાઈ વિક્રર્તાઓને ત્યાં દરોડા
રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરત મનપાની આરોગ્ય વિભાગની ટીમ આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને કારણે સફાળી જાગી છે. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરના મીઠાઈ વિક્રર્તાઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં ચંદી પડવા સહિતના તહેવારો આવતા હોવાને કારણે આરોગ્ય વિભાગ દ્વારા સુરતના ભાગલ વિસ્તારમાં આવેલા માવાના વેપારીઓના ત્યાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મીઠાઈ વિક્રેતાઓમાં ફફડાટ
આરોગ્ય વિભાગ દ્વારા ભાગલ ખાતે આવેલા મોટી હરજી માવા ભંડાર નામની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતાં, જ્યાં ઘારી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતાં. આરોગ્ય વિભાગના દરોડાના કારણે માવા વેપારીઓ સહિત અન્ય મીઠાઈ વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો છે. આરોગ્યની ટીમ દ્વારા સેમ્પલો લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભૂતકાળમાં પણ અનેકવાર પાડવામાં આવ્યા છે દરોડા
રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભાગલ વિસ્તારમાં મોટાભાગના માવાના વેપારીઓ આવેલા છે, જ્યાં ભૂતકાળમાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરી સેમ્પલો લેવામાં આવ્યા હતા. જો કે હજી સુધી આ સેમ્પલોમાં કોઈ ભેળસેળ જણાઇ છે કે કેમ તેનો ફોડ આરોગ્ય દ્વારા પાડવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: તહેવારને લઈને સુરત ST વિભાગનો નિર્ણય, વધારાની 1,100 બસ દોડાવશે
આ પણ વાંચો: દિવાળીને લઈને રેલ્વે વિભાગનો નિર્ણય, અમદાવાદ-કાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે