ETV Bharat / city

રાહુલ ગાંધીનું એકજ રટ્ટણ ''વિડીયોગ્રાફી અંગે મને કોઇ જાણ નથી'', આવતીકાલે ફરી સુનાવણી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Congress leader Rahul Gandhi) આજે સુરત ખાતે પહોચ્યાં હતા. સુરત એરપોર્ટ પર કોંગ્રેસ નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતુ. એરપોર્ટથી રાહુલ ગાંધી કોર્ટ(Court) જવાં માટે રવાનાં થયાં હતાં. જ્યાં કોર્ટમાં રાહુલ ગાંધી(Congress leader Rahul Gandhi) નું સાહેદોનાં નિવેદન પર વધારાનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેમને નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ભાષણ દરમિયાન ત્યાં વીડિયોગ્રાફર હતો કે નહીં તે અંગેની જાણ તેમને નથી.

રાહુલ ગાંધીનું એકજ રટ્ટણ ''વિડીયોગ્રાફી અંગે મને કોઇ જાણ નથી'' : આવતીકાલે ફરી સુનાવણી

author img

By

Published : Oct 29, 2021, 5:49 PM IST

  • રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાષણ દરમિયાન ત્યાં વીડિયોગ્રાફર હતો કે નહીં તે અંગેની જાણ નથી
  • સુરત એરપોર્ટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું ગુજરાત કોંગ્રેસનાં નેતાઓએ સ્વાગત કર્યું
  • આ કેસમાં ફરીયાદી પુર્ણેશ મોદીએ વધુ એક અરજી દાખલ કરી છે

સુરત : ગત લોકસભાની ચુંટણી દરમિયાન મોદી અટકને લઈને રાહુલ ગાંધી(Congress leader Rahul Gandhi) એ ટીપ્પણી કરી હતી. જેને લઈને પશ્ચિમનાં ધારાસભ્ય અને હાલમાં પ્રધાન બનેલા પૂર્ણેશ મોદી(Purnesh Modi)એ સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો હતો. આ કેસમાં અગાઉ રાહુલ ગાંધી બે વખત હાજર રહી ચૂક્યો છે. આજે 3:15 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી(Congress leader Rahul Gandhi) સુરત એરપોર્ટ પર આવી પહોચ્યાં હતા. સુરત એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે આજે ત્રીજી વખત બે સાક્ષીઓનાં નિવેદન બાદ રાહુલ ગાંધીએ પોતાનું ફર્ધર સ્ટેટમેન્ટ આપવાં માટે સુરતની કોર્ટમાં(Court) હાજર થયાં હતા. આ કેસમાં ફરીયાદી પુર્ણેશ મોદી(Purnesh Modi)એ વધુ એક અરજી દાખલ કરી છે. જેની સુનાવણી આવતી કાલે કોર્ટમાં થશે જો કે આ સુનાવણીમાં રાહુલ ગાંધી હાજર રહેશે નહી.

રાહુલ ગાંધીનું એકજ રટ્ટણ ''વિડીયોગ્રાફી અંગે મને કોઇ જાણ નથી'' : આવતીકાલે ફરી સુનાવણી

હાઇકોર્ટ જવાની પણ તૈયારી

પૂર્ણેશ મોદી(Purnesh Modi)ના વકીલ વી.બી રાઠોડે(Lawyer VB Rathore) જણાવ્યું હતું કે, હાઇકોર્ટ(High Court)નાં આદેશ બાદ ચીફ કોર્ટમાં કોલારનાં ચૂંટણી પંચના અધિકારી અને વીડિયોગ્રાફર દ્વારા સુરત ચીફ કોર્ટમાં નિવેદન આપવામાં આવ્યું હતું. આજે તેમની તરફથી વધુ એક અરજી ચીફ કોર્ટમાં કરવામાં આવી છે જેમાં માંગ કરાઇ છે કે આ કેસમાં વધુ એક સાક્ષીનું નિવેદન લેવામાં આવે જે અંગેની સુનાવણી શનિવારના રોજ થશે. જો કોર્ટ તરફથી આ સાથેના નિવેદનને લઈ આદેશ આપવામાં ન આવે તો તેઓએ હાઇકોર્ટ જવાની પણ તૈયારી બતાવી છે.

30મી ઓક્ટોબરના રોજ કોર્ટમાં સુનાવણી

રાહુલ ગાંધીનાં વકીલ કિરીટ પાનવાલા(Lawyer Kirit Panwala)એ જણાવ્યું હતું કે, આ કેસમાં 25ઓક્ટોબરનાં રોજ કોલારના ચૂંટણીપંચના અધિકારી શિલ્પ્પા અને વીડિયોગ્રાફર અરુણનું નિવેદન લેવામાં આવ્યું છે. પૂર્ણેશ મોદી તરફથી વધુ એક અરજી કોર્ટમાં કરાઈ છે જેમાં માંગ કરવામાં આવી છે કે, આ કેસમાં વિડીયોગ્રાફીની સીડી બનાવનાર ચંદ્રપ્પાનું નિવેદન લેવામાં આવે. આ અરજી અંગે 30 મી ઓક્ટોબરનાં રોજ સુરતથી કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે. જોકે આ સુનાવણીમાં રાહુલ ગાંધીની હાજરી રહેશે નહીં. રાહુલ ગાંધી કેસમાં ત્રીજીવાર સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા, આશરે 20 મિનિટ સુધી તેઓ ચીફ કોર્ટની અંદર રહ્યા હતા.

આ પણ વાંચો : કેસ કરી રાહુલ ગાંધીને ડરાવવા, ધમકાવવા અને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે: અમિત ચાવડા

આ પણ વાંચો : 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા': 1લી નવેમ્બરથી રણોત્સવનો થશે શુંભારંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.