ETV Bharat / city

NIAની કાર્યવાહીને લઈ પંજાબ અને બંગાળ અન્ય રાજ્યો કરતા વધુ પડકાર: કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન

પંજાબના અનેક શહેરોમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (National Investigation Agency) દ્વારા તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેંગસ્ટર વાદ અને ત્રાસવાદી ગતિવિધિ અંગે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે સુરતમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન (Union Minister of State for Home Affairs) મિશ્રાએ જણાવ્યું હતું કે, NIA એ સ્વતંત્ર એજન્સી છે. જેમાં ખાસ કરીને પંજાબ સંવેદનશીલ રાજ્ય છે. તમામ બાબતો ઉપર અમારી નજર છે.

NIAની કાર્યવાહીને લઈ પંજાબ અને બંગાળ અન્ય રાજ્યો કરતા વધુ પડકાર: કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન
NIAની કાર્યવાહીને લઈ પંજાબ અને બંગાળ અન્ય રાજ્યો કરતા વધુ પડકાર: કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન
author img

By

Published : Sep 13, 2022, 10:13 PM IST

સુરત પંજાબમાં વધી રહેલા ગેંગસ્ટર કેસ (Gangsters rise in Punjab) સામે પહેલીવાર આટલા મોટા પાયા પર કાર્યવાહી કરવામાં આવી છે. આ પણ પ્રથમ વખત છે કે કેન્દ્રીય તપાસ એજન્સીએ પોતે આગેવાની લીધી છે. તેનું સૌથી મોટું કારણ પાકિસ્તાન સાથે ગેંગસ્ટરોનું જોડાણ (Gangsters connection with Pakistan) છે. સરહદ પારથી ગેંગસ્ટરોને માત્ર હથિયારો જ નહીં, પરંતુ વિસ્ફોટક સામગ્રી પણ આપવામાં આવી રહી છે. જેના કારણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની (Union Ministry of Home Affairs) પણ ઉંઘ હરામ થઈ ગઈ છે.

એનઆઈએ સ્વતંત્ર એજન્સી છે અને ખાસ કરીને પંજાબ સંવેદનશીલ રાજ્ય છે તમામ બાબતો ઉપર અમારી નજર છે.

ગેંગસ્ટરોનું વધતું નેટવર્ક NIAએ જે રીતે એક સાથે અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્રએ ગેંગસ્ટરોના પાકિસ્તાન કનેક્શનને ગંભીરતાથી લીધું છે. દેશભરમાં આ ગેંગસ્ટરોનું વધતું નેટવર્ક પણ ચિંતાનું કારણ છે. તેમનો પરસ્પર સંકલન એટલો જબરદસ્ત છે કે તેઓ દેશના કોઈપણ ખૂણામાં ગુના કરી શકે છે. કેટલીક ગેંગ વિદેશથી ઓપરેટ કરી રહી છે.

NIA સ્વતંત્ર એજન્સી આ મામલે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન (Union Minister of State for Home Affairs) અજય મિશ્રાએ સુરત ખાતે જણાવ્યું હતું કે,જે પણ અમારા સરહદી રાજ્ય છે તે અમારા માટે સંવેદનશીલ હોય છે ત્યાં અમારી હંમેશા નજર હોય છે અમે NIA સ્વતંત્ર એજન્સીના રૂપે વિકસિત કર્યું છે. અમે ડેપ્યુટેશન પર અધિકારીઓને લઈએ છીએ, સીધી ભરતી નથી કરતા અને સક્ષમ અધિકારીઓને અમે આ એજન્સીમાં લઈએ છીએ. પંજાબ જેવા સંવેદનશીલ રાજ્ય હોય જેમાં પાર્ટીશનના વખતે અડધુ પંજાબ પાકિસ્તાનમાં (Half of Punjab in Pakistan at partition Time) અને અડધુ ભારતમાં આવ્યું છે. એજ રીતે બંગાલ (Punjab and Bengal challenging over NIA action) પણ છે.

દેશ સુરક્ષિત છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ બંને રાજ્યોમાં અન્ય રાજ્યો કરતા વધુ પડકાર હોય છે જેના કારણે અમે પ્રત્યેક વસ્તુઓ ઉપર નજર રાખીએ છીએ જે દેશની સુરક્ષા માટે જરૂરી છે વિદેશી ગતિ વિધિ અંગે તેઓએ જણાવ્યું હતું કે આવી બાબતો આવતી રહે છે, પરંતુ અમે વિશ્વાસ આપવા માંગીએ છીએ. દેશ સુરક્ષિત છે અને પ્રત્યેક બાબતે અમારી નજર છે ઘણી બાબતો છે જે જાહેરમાં કહી શકીએ નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.