સુરત શહેરમાં સૌપ્રથમ વખત મહાવીર હોસ્પિટલમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ છોટા ઉદેપુરના રહેવાસી 35 વર્ષીય યુવાનમાં કરવામાં આવ્યું છે. આ હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ડો.અન્વય મુલે, ડો.જગદીશ માંગે, ડો.સંદીપ સિંહા, ડો.રોહિત શેટ્ટી અને તેમની ટીમ દ્વારા કરવામાં (Heart Transplant Surgery)આવ્યું હતું. ગુજરાતમાં સૌપ્રથમ વખત હૃદયના દાનની શરૂઆત (First Heart Transplant Surgery in Gujarat 2022) ડિસેમ્બરે 2015મા સુરતથી થઇ હતી. જગદીશ પટેલ નામના 57 વર્ષીય બ્રેનડેડ વ્યક્તિનું હૃદયનું દાન ડોનેટ (Brain dead person heart donation) લાઈફના માધ્યમથી મહાવીર હોસ્પીટલથી કરવામા આવ્યું હતું. તેનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલમાં (Fortis Hospital Mumbai) ડો.અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો થેલેસેમિયા ગ્રસ્ત બાળકને વિના ખર્ચે થયું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને મળ્યું જીવતદાન
40 હ્રદયના દાન સુરતથી ગુજરાતમાં અત્યાર સુધી 65 હ્રદયના દાન થયા છે. જેમાંથી 40 હ્રદયના દાન સુરતથી ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી થયા છે. જેનું ટ્રાન્સપ્લાન્ટ દેશના જુદા જુદા શહેરો જેવા કે મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, ઇન્દોર અને અમદાવાદની હોસ્પીટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ થયા છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હ્રદય UAE, યુક્રેન અને રશિયાના નાગરિકમાં મુંબઈ અને ચેન્નાઈની હોસ્પીટલમાં ટ્રાન્સપ્લાન્ટ (Transplant at Chennai Hospital) કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો Organ donation in Gujarat : એક જ દિવસમાં 3 જિલ્લાના આટલા લોકોને મળ્યું નવજીવન, પ્રથમ ઘટના જાણો
2022મા મહાવીર હોસ્પીટલમાં હ્રદયના ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત સુરત ધીમે ધીમે પરંતુ મક્કમતાથી મેડીકલ હબ બનવાની દિશામાં પ્રયાણ કરી રહ્યું છે. 2021થી સુરતમાં કિરણ હોસ્પિટલમાં કેડેવરીક કિડની ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઇ હતી. 2021માં કિરણ હોસ્પિટલમાં કેડેવરીક લીવર ટ્રાન્સપ્લાન્ટ અને હવે 2022માં મહાવીર હોસ્પિટલમાં હ્રદયના ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થવાને કારણે સુરત અને દક્ષિણ ગુજરાતના દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ માટે દેશના વિવિધ શહેરોમાં જવું પડતું હતું.
કુલ 1023 અંગો અને ટીસ્યુઓનું દાન કરવામાં આવ્યું હવે સુરતમાં વિવિધ અવયવોના ટ્રાન્સપ્લાન્ટ શરૂ થવાને કારણે દેશના ખ્યાતનામ ટ્રાન્સપ્લાન્ટ સર્જનો હવે સુરતમાં (Transplant Surgeons in Surat) આવીને ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યા છે જેનો લાભ સુરત, દક્ષીણ ગુજરાત અને ગુજરાતના દર્દીઓને થઇ રહ્યો છે.સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1023 અંગો અને ટીસ્યુઓનું દાન કરવામાં આવ્યું છે. જેમાં 430 કિડની, 183 લિવર, 8 પેન્ક્રીઆસ, 40 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 332 ચક્ષુઓના દાનથી કુલ 936 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.