ETV Bharat / city

પુણા ગામ પોલીસે 2 કરોડની નકલી નોટ સાથે 4 શખ્સોને ઝડપ્યા - crime in gujarat

સુરત: દિવાળીના તહેવારો નજીક આવી રહ્યો છે, ત્યારે હવે ચીટર ટોળકીઓ વધુ સક્રિય બની છે. સુરતની પુણા ગામ પોલીસે મુંબઈથી સુરત આવેલા 4 શખ્સોને 2 કરોડની નકલી નોટો સાથે ઝડપ્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓ મુંબઈના રહેવાસી છે અને દિવાળીનો તહેવાર હોવાથી નકલી નોટ સાથે લોકોને છેતરવાનો પ્લાન બનાવ્યો હતો. પુણા પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Punagam police arrest 4 persons with fake notes
author img

By

Published : Oct 20, 2019, 5:13 AM IST

પુણા ગામ પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક લોકો મુંબઈથી સુરતના કડોદરા રોડ ઉપર બ હજારના દરની નકલી નોટો લઈ નિયોલ ચેકપોસ્ટ ખાતે આવી રહ્યા છે. જેથી બાતમીના આધારે પુણા પોલીસે વોચ ગોઠવી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પાસે રહેલા બેગમાં તપાસ કરતા 2 હજારના દરની નકલી નોટો મળી 9981 જેટલી નોટો પોલીસે જપ્ત કરી હતી. જ્યારે નોટોના બંડલ પર ઉપર અને નીચેના ભાગે રહેલી અસલી 19 જેટલી નોટો મળી 38000 હજારનો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો.

પુણાગામ પોલીસે 2 કરોડની નકલી નોટ સાથે 4 શખ્સોને ઝડપ્યા

આ આરોપીઓ જે વ્યક્તિઓ પાસે 500 અને 100 રૂપિયાની નોટો હોય તેમને બે હજારની નકલી નોટ પધરાવી અસલી નોટ કઢાવી લેવાનો પ્લાન બનાવ્યો હતો.સાથે જ દિવાળીનો તહેવાર હોવાથી બેંકો સહીત અલગ અલગ સ્થળોએ રૂપિયાની લેવડદેવડ વધુ હોય છે. જેથી આબેહુમ બે હજારના દરની નોટો વટાવવાનો આરોપીઓનો પ્લાન હતો. ઝડપાયેલા આરોપીઓમાં જુબેર અહેમદ કુરેશી, ચંદ્રભાન મૌર્ય, ઇમરાન શેખ, સલીમ શેખની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અવિનાશ ઠાકોર નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

હાલ પુણા પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓએ હમણાં સુધી કેટલા લોકો સાથે છેતરપિંડી કરી તેની પણ પુણા પોલીસે તપાસ હાથ ધરી છે.

Intro:સુરત : દિવાળીના તહેવારો નજીક છે ત્યારે હવે ચીટર ટોળકીઓ વધુ સક્રિય બની છે. આવી જ એક ટોળકીને સુરતની પુણાગામ પોલીસે ઝડપી પાડી છે. મુંબઈ થી સુરત આવેલા ચાર જેટલા શખ્સોને સુરતની પુણાગામ પોલીસે ઝડપી પાડી આશરે બે કરોડની નકલી નોટો જ કરે છે જ્યારે અસલ બે હજારના દરની કુલ 19 જેટલી નોટો મળી 38 હજાર જેટલી રકમ પણ કબજે કરી છે .પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે કે તેઓ મુંબઈના રહેવાસી છે અને દિવાળીના તહેવાર હોય બેંક અને અલગ-અલગ સ્થળોએ 2000 ના દરની આબેહુમ નોટો ના  ઉપર અને નીચે અસલ 2000 ની નોટ મૂકી લોકોને છેતરવાનો પ્લાન બનાવ્યો હતો..પુના પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે...

Body:પુણાગામ પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લોકો મુંબઈ થી સુરત ના કડોદરા રોડ પર રૂપિયા બે હજારના દરની આબેહૂબ નકલી નોટો લઈ નિયોલ ચેકપોસ્ટ ખાતે આવી રહ્યા છે. જે બાતમીના આધારે પુણા પોલીસે વોચ ગોઠવી ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડયા હતા. આરોપીઓની પાસે રહેલા બેગમાં તપાસ કરતા બે હજારના દરની આબેહુમ નકલી નોટો મળી 9981 જેટલી નોટો પોલીસે જપ્ત કરી હતી. જ્યારે નોટોના બંડલ પર ઉપર અને નીચેના ભાગે રહેલ અસ્સલ બે હજારના દરની કુલ 19 જેટલી નોટો મળી 38000 હજારની મત્તા પણ જપ્ત કરી હતી. આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે તેઓ મુંબઈના રહેવાસીઓ છે અને આગામી દિવસોમાં દિવાળીના તહેવાર હોય બેંક અને શહેરના અલગ-અલગ સ્થળોએ જઇ લોકોને છેતરવાનો પ્લાન બનાવ્યો હતો... બેંક અને શહેરના અલગ અલગ સ્થળ પર જઇ રૂપિયા 2000 ના દરની નોટના બદલે છુટ્ટા રૂપિયા લઇ છેતરપિંડી નો પ્લાન આરોપીઓનો હતો.જેમાં જે વ્યક્તિઓ પાસે 500 અને 100 રૂપિયા ની નોટો હોય તેઓને બે હજાર ના દરની બંદી નોટ પધરાવી અસ્સલ નોટો કઢાવી લેવાનો હતો. ઉપર અને નીચે અસલ 2000 ની નોટ મૂકી દેવામાં આવી હતી ,જયારે બંડલ ના વચ્ચે આબેહુમ નકલી નોટો મુકવામાં આવી હતી.જેથી કોઈ ને લાગે કે નોટો અસ્સલ છે.

દિવાળીનો તહેવાર હોય અને બેંકો સહીત અલગ અલગ સ્થળોએ રૂપિયાની લેવડદેવડ વધુ હોય આબેહુમ બે હજારના દરની નોટો વટાવવા નો આરોપીઓના  પુરેપુરો  પ્લાન હોવાનું પોલીસતપાસમાં બહાર આવ્યું છે.તમામ આરોપીઓ મૂળ મુંબઈના રહેવાસી છે.સુરત આવેલા ચારે આરોપીઓએ નકલી અને આબેહુમ બે હજારના દરની નોટો ના દસ જેટલા  બંડલ પહેલાથી બનાવી રાખ્યા હતા..બંડલના ઉપર અને પાછળના ભાગે અસલ નોટો મૂકવામાં આવી હતી..જ્યારે વચ્ચે ની ગડ્ડી માં તમામ નોટો બનાવટી મુકવામાં આવી હતી.કડોદરા રોડ પરથી ઝડપાયેલા જુબેર અહેમદ મુશ્તાક અહેમદ કુરેશી, ચંદ્રભાન ઉર્ફે ભાન રામકીશન  મૌર્ય, ઇમરાન શેખ, સલીમ ઇસ્લામ શેખ ની ધરપક કરવામાં આવી હતી.જ્યારે અવિનાશ ઠાકોર નામના આરોપીને વોન્ટેડ  જાહેર કર્યો.

Conclusion:હાલ આરોપીઓના પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.આરોપીઓએ હમણાં સુધી કેટલા લોકો સાથે છેતરપિંડી કરી તેની તોએ હવે પુના પોલીસે હાથ ધરી છે.ત્યારે તપાસ દરમ્યાન આરોપીઓ પાસેથી અન્ય ખુલાસા બહાર આવે તેવી શકયતા હાલ સેવાઇ રહી છે.

બાઈટ :પી.એલ.ચૌધરી ( એસીપી પીઆરઓ પો.કમી.સુરત)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.