ETV Bharat / city

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં ધરણા - Surat News

સુરત નવી હોસ્પિટલમાં દર્દીના સબંધી અને ડૉક્ટર વચ્ચે દર્દીના મોતને લઈને બોલાચાલી થયાં બાદ દર્દીના સબંધી અને ડૉક્ટર વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ ઘટનાને લઈને હોસ્પિટલના તબીબોની સિક્યુરિટી પર પ્રશ્નો ઉભા થતા MICU ગેટ ઉપર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જોકે સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં ધરણા

author img

By

Published : Apr 11, 2021, 5:06 PM IST

  • સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ હોબાળો
  • ડોક્ટરોની બેદરકારીથી દર્દીનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ
  • ડોક્ટરોની સુરક્ષાને લઈને ડીન ઓપિસ બહાર ડોક્ટરોનું ધરણા પ્રદર્શન

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં અચાનક જ એક દર્દીનું મોત નિપજતા દર્દીના સબંધીઓ અને ડોક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી. ગણતરીની મિનિટોમાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દર્દીના સંબંધીઓ અને તબીબ વચ્ચે ઝપાઝપી પણ સર્જાઈ હતી. આ ઘટના બાદ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોની સિક્યુરિટી પર સવાલો ઉભા થતા તબીબો દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં ધરણા

આ પણ વાંચો: વડોદરામાં દર્દીનાં સ્વજનોએ ડૉક્ટરને માર મારતાં હોબાળો

આવી ઘટનાઓ વારંવાર થયા રાખે છે

સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, સિવિલમાં જે પ્રકારની આ ઘટના ઘટી છે, તે વારંવાર થાય છે. ઘણી વાત અમારી ઉપર આરોપ મુકવામાં આવે છે કે, અમારે ત્યાં દ્વારા દર્દીઓને સારવાર નહિ પણ મોત આપવામાં આવે છે. છેલ્લા 1 વર્ષથી કોરોનાને કારણે અમારી ઉપર પણ ખૂબ જ દબાણ છે અને અમારી સાથે દર પાંચમાં દિવસે દર્દીઓ સાથે ઘર્ષણ થયાં જ કરે છે. હોસ્પિટલમાં એક પણ વસ્તુની અછત હોય તો પણ તરત ડોક્ટરને જ ટાર્ગેટ કરવામાં આવે છે અને કેટલીક વાર ધાક ધમકીઓ પણ આપવામાં આવે છે. અમે અવે ગભરાઈ ગયા છે. અમારી કોઈ જ સુરક્ષા નથી. અમે પણ ભયના માહોલમાં ટ્રિટમેન્ટ કરતા હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો: એસએસજી હોસ્પિટલના 2 સર્વન્ટને જમાદારે માર મારતા ભારે હોબાળો

તબીબોની અછત વચ્ચે મહામહેનતે કરી રહ્યા છે કામ

સુરત નવી સિવિલ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના ડોક્ટર સુમેર રામાવતે જણાવ્યું હતું કે, કોવિડના નિયમ પ્રમાણે દર્દીની ક્રિટિકલ કન્ડિશન ઘરાવતા 5 દર્દી સામે 1 ડોક્ટર હોવો ફરજિયાત છે. જોકે, સુરતમાં એક ડોક્ટર 10 દર્દીઓને જોઈ રહ્યો છે. હાલમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારા એક દર્દીનો મૃતદેહ સમયસર આપવામાં આવ્યો ન હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો. દર્દીના સબંધીઓ એવું માની રહ્યા હતા કે, ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીનું મોત થયું છે. અમે પણ માનીએ છીએ કે, હોસ્પિટલમાં તમામ વ્યવસ્થાઓ નથી. અમે અમારાથી બનતા તમામ પ્રયત્નો કરતા જ હોઈએ છીએ. કોરોનાની આ મહામારી દરમિયાન સૌથી વધુ દબાણ હેઠળ તબીબો જ કામ કરી રહ્યા છે. ત્યારે તમામ પાસાઓની ચકાસણી કર્યા વગર મહા મહેનતે કામ કરી રહેલા તબીબો પર આક્ષેપો કરવા ખોટા છે.

આ પણ વાંચો: વડોદરાની ઠાકોરભાઇ પટેલ હોસ્પિટલમાં ડિલિવરી બાદ પ્રસૂતાનાં મોતની ઘટનાથી હોબાળો

પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીના મોતને લઈને સબંધીઓ દ્વારા ડોક્ટર સાથે ગેરવર્તન, ઝપાઝપી કરીને મારવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ વાતને લઈને તબીબો દ્વારા સુરત સિવિલ હોસ્પિટલના ડીનની ઓફિસ બહાર તબીબોની સિક્યુરિટીને લઈને ધરણા ઉપર બેઠા હતા. બીજી બાજુ હાલ કોરોના ચાલી રહ્યો છે. તો એક પછી એક કોરોનાના દર્દીઓ પણ આવી રહ્યા છે અને તબીબો દ્વારા ધરણા પણ કરવામાં આવ્યા છે. ત્યાં જ સ્થાનિક પોલીસ પહોંચીને મામલો થાળે પડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.