સુરત: કમોસમી માવઠાના કારણે સહિત દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી ખેડૂત સમાજે વડાપ્રધાન મોદીને પત્ર લખીને પોતાનો પાક 'વડાપ્રધાન ફસલ વીમા યોજનામાં' સામેલ કરવા માગ કરી છે.
ગ્લોબલ વોર્મિંગ અને વધતા પ્રદૂષણના કારણે કમોસમી માવઠાએ ખેડૂતોને ફરી રાતા પાણીએ રડાવ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.
કમોસમી માવઠાના પગલે સહિત દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. જેમાં કેરી, કેળા, ચીકુ જેવા બાગાયાતી પાકોને નુકસાન થતાં ખેડૂતોએ મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોને થયેલા નુકશાન અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે, બાગાયાતી પાકો જેવા કે, કેરી, ચીકુ, કેળા તેમજ ઘઉં, રાયડા અને જીરૂંને વડાપ્રધાન ફસલ વીમા યોજનામાં સામેલ કરવામાં આવે. આ ઉપરાંત સર્વે કરીને ખેડૂતોને થયેલા નુકસાનમાં રાહત આપવામાં આવે.