સુરતઃ સુરતમાં ઓનલાઈન એજયુકેશનના નામે ખાનગી શાળાના સંચાલકો દ્વારા ફી મુદ્દે વાલીઓ પર દબાણ કરવામાં આવતું હોવાના આરોપ લાગ્યાં છે. એવામાં આજે શુક્રવારે વાલીઓ ખાનગી શાળાએ પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. જ્યાં સુધી શાળામાં શૈક્ષણિક સત્ર શરૂ ના થાય ત્યાં સુધી વાલીઓએ ફી ભરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને ઓનલાઈન એજયુકેશનનો વિરોધ પણ કર્યો હતો.

વાલીઓનો આરોપ છે કે, ઓનલાઈન એજયુકેશનની ફી નહીં ભરવામાં આવે તો પુસ્તકો પણ નહીં આપવામાં આવશે તેવુ દબાણ સંચાલકો આપી રહ્યા છે. જોકે વાલીઓની રજૂઆત છે કે શાળાનું શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ જ તેઓ ફી ભરશે. આ સાથે જ તેમણે ઓનલાઈન એજયુકેશનનો પણ વિરોધ કર્યો હતો.