- માસ્ક વગર યુવક અને યુવતીઓ ગરબાની મજા માણી
- કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે શહેરના લોકો ઘોર બેદરકારી
- રીધમ ગ્રુપ ના ખેલૈયાઓ ડુમસ બીચ પર ગરબા રમ્યા
સુરત : રાજ્યમાં કોરોનાની બીજી લહેરની ગંભીર અસર શહેરમાં જોવા મળી હતી. કોરોનાની બીજી લહેર પત્યા બાદ લોકોને છૂટ-છાટ આપવામાં આવી છે જેનો સુરત શહેરનો લોકો ગેરફાયદો ઉઠાવી રહ્યા થે. લોકો કોરોનાની બીજી લહેરને ભૂલી ગયા હોય એવી રીતે ત્રીજી લેહેરને આમંત્રણ આપવા માટે ઉત્સુક નજરે આવી રહ્યા છે. રવિવારે સુરત ડુમસ પીચ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. એટલું જ નહીં માસ્ક વગર યુવક અને યુવતીઓ ગરબાની મજા પણ માણતા નજરે ચડયા હતા. એક તરફ દેશના નિષ્ણાંતો સંભવિત ત્રીજી લહેરની આગાહી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ શહેરના લોકો ઘોર બેદરકારી કરતા જોવા મળી રહ્યા છે.
ડુમસ બિચ પર ગરબા
કોરોનાની બીજી લહેરમાં સુરતમાં હજારોની સંખ્યામાં કેસો નોંધાયા હતા. દવાઓ, ઓક્સિજન અને ઇન્જેક્શનની ભારે અછત સર્જાઇ હતી. કદાચ આ સમસ્યા લોકો ક્યારે પણ ભૂલી ન શકશે. પરંતુ સુરતના ડુમસ બીચના દૃશ્યો જોઈને લાગે છે કે સુરતની પ્રજા શોર્ટ ટર્મ મેમરી ધરાવે છે. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં રવિવારે ડુમસ બીચ પર લોકો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં ડુમસ બીચ પર લોકો જોવા મળ્યા. એટલું જ નહીં બીચ પર યુવક-યુવતીઓ ગરબા રમતા પણ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : મુખ્યપ્રધાન વિજય રૂપાણાની જન્મદિન નિમિત્તે શહેરમાં માસ-મટનની દુકાન બંધ
સુરત રીધમ ગ્રુપના ખેલૈયાઓએ ગરબા રમ્યા
સુરત ડુમસ બીચ પર યુવતીઓ માસ્ક વગર ગરબા રમતા જોવા મળી રહ્યા હતા. આ દ્રશ્યો જોઈને સુરત પોલીસતંત્ર જાણે ઊંઘતું જોવા મળ્યું હતું. એક તરફ તંત્રની ઉદાસીનતા અને બીજી બાજુ હાલ લોકો દ્વારા કરવામાં આવી રહેલા ગરબા સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. કોરોના કેસ વધતા શનિવારે અને રવિવારે ડુમસ બીચ બંધ રાખવામાં આવતા હતા. પરંતુ કેસ ઓછા થતા ફરી થી ડુમ્મસ બીચ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ શનિવારે અને રવિવારે લોકોની ભારે ભીડ ફરીથી ઉમટી પડી છે. જે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહી છે. સુરતના રીધમ ગ્રુપના ખેલૈયાઓ ડુમસ બીચ પર ગરબા પણ રમ્યા અને સોશિયલ મીડિયા પર પોતાનું આ વીડિયો પણ વાયરલ કર્યો છે.
આ પણ વાંચો : નવી સરકારી પેન્શન યોજના સામે સરકારી કર્મચારીઓની Gujarat High Courtમાં પિટીશન, કોર્ટે સરકારને નોટિસ ફટકારી