ETV Bharat / city

જ્યંતી રવિએ સૂરતમાં કોરોના સમીક્ષા બેઠક યોજી, ખાનગી હોસ્પિટલ્સ સાથેના સંકલન અંગે જણાવ્યું - કોરોના સુપર સ્પ્રેડર્સ

સૂરતમાં સતત વધી રહેલાં કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી આજે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ સૂરતની મુલાકાતે આવ્યાં હતાં. કોરોના પોઝિટિવ દર્દીઓની સતત વધી રહેલાં આ કેસોને ધ્યાનમાં રાખી તમામ સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ સાથે સુપર સ્પ્રેડની સંભાવનાઓની શક્યતા વ્યક્ત કરી હતી અને પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટિંગની કિંમત ઓછી કરવા અંગે ઈશારો આપ્યો હતો.

જ્યંતી રવિએ સૂરતમાં કોરોના સમીક્ષા બેઠક યોજી, ખાનગી હોસ્પિટલો સાથેના સંકલન અંગે જણાવ્યું

author img

By

Published : Jun 20, 2020, 2:57 PM IST

સૂરતઃ આજે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતી રવિ સૂરતની મુલાકાતે આવ્યાં હતાં. કોરોના દર્દીઓની વધી રહેલી સખ્યાંના કારણે સરકારી હોસ્પિટલ્સની સાથે પ્રાઇવેટ હોસ્પિટલોની સંખ્યામાં પણ વધારો કરવા અંગેની તૈયારી તેઓએ જણાવી હતી. તેઓએ કહ્યું હતું કે, ખરાબ પરિસ્થિતિમાં પણ સારી રીતે કરી શકાય એ માટે પ્રાઈવેટ હોસ્પિટલ્સ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. સૂરતની કિરણ હોસ્પિટલ અને મહાવીર હોસ્પિટલ સાથે પણ હાલ સંકલન થઇ રહ્યું હોવાનું જયંતી રવિએ જણાવ્યું હતું.

જ્યંતી રવિએ સૂરતમાં કોરોના સમીક્ષા બેઠક યોજી, ખાનગી હોસ્પિટલો સાથેના સંકલન અંગે જણાવ્યું
સૂરતમાં ખાસ કરીને કતારગામમાં સૌથી વધુ કેસ વધી રહ્યાં છે જેમાં રત્ન કલાકારોને વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે જે અંગે જયંતી રવિએ જણાવ્યું હતું કે ત્યાં હાલ સર્વેલન્સની કામગીરી વધારવામાં આવી છે.. મેડિકલ તપાસ સહિત સ્ક્રિનિંગ ની કામગીરી પણ વધારવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું છે સાથે આયુષ મંત્રાલય દ્વારા જે દિશાનિર્દેશ અને દવાઓ અંગે જાણકારી આપવામાં આવી છે તે પણ આપવામાં આવી રહી છે.વધુમાં અન્ય રાજ્યના મુકાબલે ગુજરાતમાં પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટિંગની કિંમત વધારે હોવા પર તેઓએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની જે guideline છે તેની લેખિતની રાહ જોવાઇ રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવશે ત્યારબાદ આ ટેસ્ટની કિંમત ઓછી કરવા અંગે તજવીજ હાથ ધરાશે.સુપર સ્પ્રેડરની સંભાવનાઓ અંગે જયંતી રવિએ જણાવ્યું હતું કે વધારે લોકો જ્યારે સંપર્કમાં આવે ત્યારે તેની શક્યતા વધી જાય છે. જેથી સ્ક્રિનિંગ સર્વેલન્સ વધારવાની જરૂરિયાત છે અને કોરોનાના લક્ષણો દેખાતાં સમયસર સારવાર આપવામાં આવે.સૂરત સિવિલમાં કોરોના વોર્ડની ખરાબ પરિસ્થિતિ અંગે તેઓએ જણાવ્યું હતું કે સિવિલના ડોકટરો સાથે ચર્ચા કરવામાં આવી છે. જેથી કરી તેઓને બચાવી શકાય. લોકો સારવારમાં વિલંબ ન કરે અને તાત્કાલિક સારવાર કરાવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.