સુરત: પોલીસ કમિશ્નર કચેરી બહાર પોલીસ અને એક ગર્ભવતી મહિલા વચ્ચે રકઝક શરૂ થઈ હતી. ત્રણ મહિનાની ગર્ભવતી મહિલાએ નાક નીચે માસ્ક રાખ્યો હતો. પોલીસે તેના પતિની કાર રોકાવીને રકઝક કર્યા બાદ દંડ વસૂલ્યો હતો. મહિલા આજીજી કરતી રહી પરંતુ પોલીસે કારની અંદર બેસેલી મહિલાના નામે રશીદ ફાડી હતી.
એક બાજુ નેતાઓ બેફામ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતાં જોવા મળે છે અને કાર્યવાહી નકર છે. ત્યારે સુરત પોલીસ કમિશ્નર કચેરી સામેથી કારમાં જઈ રહેલા પરિવારને પોલીસે અટકાવીને માસ્કનો દંડ ફટકાર્યો હતો. ગર્ભવતી મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થતી જેથી માસ્ક નીચે ઉતાર્યુ હોવાનું કહેવા છતાં પોલીસ કર્મીએ દંડ વસૂલ્યો હતો. પોલીસે કાર અટકાવી ખૂબ રકઝક કરી હતી.
સુરતમાં એક ગર્ભવતી મહિલાએ માસ્ક નાક નીચે રાખતા પોલીસે હજાર રૂપિયાનો ફટકાર્યો દંડ - Surat police
સુરતમાં કોરોના સંક્રમણ વધતા નિયમો આકરા બનાવવામાં આવ્યાં છે. પરંતુ આ નિયમો માત્ર સામાન્ય લોકોને જ લાગૂ પડતાં હોય તેમ જ્યારે સામાન્ય માણસને હજારોનો દંડ રોજે રોજ ફટકારવામાં આવી રહ્યો છે. ગર્ભવતી મહિલાએ વધુ શ્વાસ લેવા માટે માસ્ક નાક નીચે કરતા પોલીસે દંડ ફટકાર્યો હતો.
![સુરતમાં એક ગર્ભવતી મહિલાએ માસ્ક નાક નીચે રાખતા પોલીસે હજાર રૂપિયાનો ફટકાર્યો દંડ Surat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9745081-48-9745081-1606962332175.jpg?imwidth=3840)