- તહેવારમાં કોરાના ગાઈડલાઈનનું પાલન થશે તેવી આગેવાનોએ આપી ખાતરી
- ગામના મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ અધિકારીઓની સૂચનાનું ચોકકસ પાલન કરવા જણાવ્યું હતું
- ગ્રામ્ય વિસ્તારમાં કોરાના વાઇરસ હાલ દિવસેને દિવસે ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે
સૂરતઃ ગ્રામ્ય વિસ્તારમાં કોરાના વાઇરસ હાલ દિવસેને દિવસે ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે વધતા જતા કોરાના સંક્રમણને ધ્યાનમાં રાખી રમઝાન મહિનાની ઈદ છે, ત્યારે કીમ પોલીસ સ્ટેશનના PSI ચેતન ગઢવી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ગામના મુસ્લિમ આગેવાનોને ગુરૂવારે બોલાવ્યા હતા અને બેઠક યોજી હતી.
આ પણ વાંચોઃ ભીડ એકઠી ન થાય તે માટે નમાઝના સમયમાં કરાયો ફેરફાર
સોશિયલ ડિસ્ટન્સ જાળવીને પવિત્ર ઈદ તહેવાર મનાવવામાં આવે તેવી સૂચના કરાઇ
જેમાં મુસ્લિમ બિરદારોને હાલ ચાલી રહેલી કોરાના મહામારીને લઈને ઈદ તહેવાર નિમિત્તે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને પવિત્ર ઈદ તહેવાર મનાવવામાં આવે તેવી સૂચના કરી હતી. ગામના મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ અધિકારીઓની સૂચનાનું ચોકકસ પાલન કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ વડોદરામાં ઇદ એ મિલાદ પર્વ નિમિતે મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક મળી
કોરાના વાઇરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી નિર્ણયને આવકાર્યો હતો
કોરાના વાઇરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી નિર્ણયને આવકારવામાં આવ્યો હતો તેમજ ગામના મુસ્લિમ સમાજે ઈદ વતી આગેવાનોએ કોરાના ગાઈડલાઈન ચુસ્ત પાલન થશે, તેવું પોલીસ અધિકારીને જણાવ્યું હતું.