ETV Bharat / city

સુરત જિલ્લા પોલીસે ગુનાખોરીને અટકાવવા હાથ ધરવામાં આવ્યું કોમ્બિંગ - Surat Day Care Center

સુરત જિલ્લા પોલીસ દ્વારા પરપ્રાંતીય વસ્તીથી ભરચક વિસ્તારમાં કોમ્બિંગ હાથ (Conducted Combing in Surat) ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બાળકોની સંભાળ રાખવા માટે ડે-કેર સેન્ટર (Surat Day Care Center) શરૂ કરવામાં આવ્યા છે.

સુરત જિલ્લા પોલીસે ગુનાખોરીને અટકાવવા હાથ ધરવામાં આવ્યું કોમ્બિંગ

author img

By

Published : Mar 29, 2022, 4:10 PM IST

Updated : Mar 29, 2022, 4:35 PM IST

સુરત : સુરત જિલ્લામાં ઘણા સમયથી પરપ્રાંતીય વિસ્તારમાં સતત ગુનાખોરીનું પ્રમાણ (Crime Rate in Surat) વધી રહ્યું છે. ત્યારે વધતી જતી ગુનાખોરીની પ્રવૃત્તિઓને અટકાવવા સુરત જિલ્લા પોલીસ દ્વારા પરપ્રાંતીય વસ્તીથી ભરચક વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને ઘરે ઘરે જઈ ઘરોનું ચેકિંગ કરી રહ્યા છે. ત્યારે કોસંબા પોલીસની (Surat Kosamba Police) હદમાં આવેલા કીમ ચાર રસ્તા, પીપોદ્રા, નવાપરા સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું. જેમાં પોલીસને ઘણી ડોક્યુમેન્ટની વસ્તુઓ મળી આવી હતી.

સુરત જિલ્લા પોલીસે ગુનાખોરીને અટકાવવા હાથ ધરવામાં આવ્યું કોમ્બિંગ

આ પણ વાંચો : Crime in Surat 2022 : યુવકને પેટમાં ચાકુના ઘા મારતાં 32 ટાંકા લેવા પડ્યાં, જાણો શું બન્યું હતું

સુરત જિલ્લા પોલીસ દ્વારા 2 DYSP, 5 પોલીસ ઇન્સ્પેક્ટર, 7 PSI તેમજ SOG, LCB અને લોકલ પોલીસના મળી 150 જેટલા પોલીસ જવાનો સાથે કોમ્બિંગ હાથ (Conducted Combing in Surat) ધર્યું હતું. જેમાં પરપ્રાંતીય વિસ્તારના 300થી400 જેટલા ઘરો ચેક કર્યા હતા. તમામ પરપ્રાંતીય લોકો પાસેથી પોલીસે કેટલા સમયથી રહે છે, ક્યાં નોકરી કરે છે, ક્યાં વતન આવેલું છે. જેવી માહિતી એકઠી કરી હતી. આ દરમિયાન પોલીસને ઘણા ડોક્યુમેન્ટ વગરના મોબાઇલ તેમજ એક બાઇક મળી આવી હતી અને નશો કરેલી હાલતમાં પણ ઝડપાયા હતા.

આ પણ વાંચો : Marijuana Smuggling In Odisha: ઓરિસ્સામાં 3 કરોડના ગાંજાના ગુનાનો વોન્ટેડ આરોપી સુરતથી ઝડપાયો

બાળકોની સુરક્ષાને લઈએ શરૂ કરવામાં આવ્યું - સુરતમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતિય પરિવારો રોજી રોટી કમાવવા માટે સ્થાયી થયા છે. પરતું આ વસ્તીમાં મર્ડર, લૂંટ, ચોરીની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. અને ઘણીવાર નાની બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ પણ સામે આવે છે. ત્યારે બાળકીઓની સુરક્ષાને લઈને સુરત જિલ્લા પોલીસ એસપી ઉષા રાડાની આગેવાનીમાં પરપ્રાંતીય વસ્તીથી ભરચક વિસ્તારમાં ડે-કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં માતા-પિતાઓ નોકરીએ જાય ત્યારે બાળકોને આ ડે-કેર સેન્ટરમાં મૂકી જાય છે. અને સાંજે લઈ જાય છે. બાળકો પર નજર રહે તે માટે એક માણસ પણ મુકવામાં આવ્યો છે. ડે કેર સેન્ટર (Surat Day Care Center) પર CCTVની નજર રખાઈ છે.

Last Updated : Mar 29, 2022, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.