સુરત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને ચૂંટણી પહેલા મોટો ઝટકો (Police Complaint against AAP Leader Gopal Italia) લાગ્યો છે. કારણ કે, તેમણે ગૃહ રાજ્યપ્રધાન (Aam Aadmi Party Gujarat News) હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહેતા (Police Complaint against AAP Leader Gopal Italia) સુરતના ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ તેમની વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ (Umra Police Station) નોંધાવી છે. ગોપાલ ઈટાલિયા સામે 469, 500, 504ની કલમ લગાવવામાં આવી છે. એટલે હવે રાજ્યમાં ડ્રગ્સ બાબતે રાજકારણ ફરી એક વાર શરૂ થઈ (gujarat political news today) ગયું છે.
આ પણ વાંચો- સિસોદિયાના ઘરે તો પાવલી પણ ન મળી ભાજપ પ્રમુખનું ઘર તપાસો તો ખબર પડે, ઈટાલિયાનો પ્રહાર
રાજ્યમાં અવારનવાર પકડાય છે ડ્રગ્સ મહત્વનું છે કે, ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ પકડાય છે. તેના કારણે આમ આદમી પાર્ટી સહિતની રાજકીય પાર્ટી ડ્રગ્સ મામલે ભાજપને આડેહાથે લેતી (gujarat drugs news) હોય છે. ત્યારે હવે ગોપાલ ઇટાલિયાએ હવે ગૃહ રાજ્યપ્રધાન ઉપર વિવાદાસ્પદ (Gopal Italiya Police Complaint) ટિપ્પણી કરતાં તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ પણ વાંચો- કેજરીવાલે ફરી વધારી ભાજપની ચિંતા, દ્વારકાધીશના દર્શન કરી ફૂંકી નાખ્યું ચૂંટણીનું બ્યૂગલ
ઈટાલિયાને વિવાદિત ટિપ્પણી પડી ભારે પોતાના વક્તવ્ય અને પ્રેસ કોન્ફરન્સમાં અનેકવાર ભાજપના નેતાઓને લઈ વિવાદિત ટિપ્પણી કરનારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સામે (Gopal Italiya Police Complaint) એક વિવાદિત ટિપ્પણીને લઈ ફરિયાદ દાખલ થઈ છે. આ વખતે વિવાદિત ટટિપ્પણી તેમએ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પર કરી હતી. ડ્રગ્સ મામલે નિવેદન આપતા તેઓએ હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કરીને સંબોધ્યા (Gopal Italia called Home Minister Drugs Sanghavi) હતા. આ મુદ્દે સુરત ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ તેમની સામે આ ફરિયાદ નોંધાવી છે. તો હવે ગોપાલ ઈટાલિયા સામે 469, 500, 504 કલમ લગાવવામાં આવી છે.
ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ ગોપાલ ઈટાલિયા અવાર નવાર ભાજપમાં નેતાઓ સામ અશોભનીય શબ્દોનો પ્રયોગ કરવાને પગલે આ ફરિયાદ નોંધાઈ છે. આ વખતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પર વિવાદિત ટિપ્પણી કરવા બદલ સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ (Umra Police Station) નોંધાતા તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ગૃહપ્રધાન નાટકબાજ છે ગોપાલ ઈટાલિયાએ આપ નેતા મનોજ સોરઠિયા પર થયેલા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા હુમલા બાદ ફેસબુક લાઈવ કર્યું હતું. તે દરમિયાન તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સી. આર. પાટીલના આદેશ બાદ અને ડ્રગ્સ સંઘવી જે ગુજરાતનો નાટકબાજ ગૃહપ્રધાન છે એને મોકલેલા ગુંડાઓએ મનોજ સોરઠીયા પર હુમલો કર્યો હતો.
પોલીસ એનું કામ કરશે ગોપાલ ઈટાલિયાના નિવેદનને લઈ સુરત ખાતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન પણ આપ્યું હતું. ડ્રગ્સને લઈ રાજકારણ ન કરવું જોઈએ. થોડા દિવસ પહેલા જ ભારત પાકિસ્તાનની બોર્ડર પર કરોડોનું પકડી લેવામાં આવ્યું છે. પંજાબમાં કોની સરકાર છે. ત્યાં વધુ વેચાય છે. એ આખું દેશ જાણે છે અને એ જ પાર્ટીના લોકો ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે ગુજરાતના યુવાનો ડ્રગ્સ છે. એવું બોલવાનું બંધ કરે. છેલ્લા 11 મહિનામાં દેશમાં ડ્રગ્સ ઘૂસાડનારા 600થી વધુ લોકોની ધરપકડ કરી છે. આ મામલે કોઈ પણ રાજકારણ કરવું એ પાપ છે. ગમે તેટલા લોકોને ડ્રગ્સ મામલે વેચવાનું ચાલુ રાખે પોલીસ એનું કામ કરશે.