ETV Bharat / city

પોલીસકર્મીએ મહિલાને જાહેરમાં માર્યો માર, ઘટના CCTVમાં કેદ - gujarati news

સુરત: શહેરમાં આવેલા સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પોલીસ ચોકી નજીક પોલીસ કર્મચારી દ્વારા એક મહિલાને માર મારવામાં આવતી હોવાના CCTV સામે આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ, લાલગેટ પોલીસ સ્ટેશનનો કર્મચારી આ મહિલાના પુત્રને કોઇ ગુના સંદર્ભે પુછપરછ માટે લઇ જતો હતો. આ દરમિયાન મહિલા પોતાના પુત્રને છોડી મુકવા આજીજી કરી રહી હતી. જે બાદ પોલીસ કર્મી દ્વારા આ મહિલાને માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.

કોન્સેપ્ટ ફોટો
author img

By

Published : Apr 8, 2019, 9:56 PM IST

સુરતના સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન વિસ્તારના 3 જેટલા યુવકને કોઇ ગુના સંદર્ભે પોલીસ પૂછપરછ માટે લઇ જઇ રહી હતી. ત્યારે એક યુવકની માતાએ પોતાના પુત્રને છોડી મુકવા માટે આજીજી કરી હતી. મહિલા અને પોલીસ કર્મી વચ્ચે શાબ્દિક બોલાચાલી થતા પોલીસ દ્વારા મહિલાને માર મારવામાં આવ્યો હતો.

પોલીસ કર્મી મહિલાને માર મારતો વીડિયો ફુટેજ

મહિલાએ આ અંગે જણાવ્યું હતું કે, તે પોતાની બહેનના ઘરે જઈ રહી હતી. તે દરમિયાન પોલીસ ચોકી પર તેના દીકરાને જોયો હતો અને દીકરાને એક તમાચો મારીને કહ્યું હતું કે તે અહીં કેમ છે. ત્યારે મહિલાના દીકરાએ જવાબ આપ્યો હતો કે, મને પોલીસવાળા રિક્ષામાંથી લઈ આવ્યાં છે. મહિલાએ તેના દીકરાને દુકાને કામ કરવા મોકલીને ચોક પર પહોંચી હતી. જ્યાં 2 પોલીસકર્મીઓએ ગાળા ગાળી કરીને જાહેરમાં તમાચા ઝીકી દેતા તે રસ્તા પર પડી ગઈ હતી. ત્યારબાદ મહિલાને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

સમગ્ર ઘટના અંગે લાલગેટ પોલીસ મથકના PI પાટીલનું કહેવું છે કે, 3 યુવકોને પુછપરછ માટે લાવવામાં આવ્યા હતા અને પુછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા. મહિલાને માર મારવામાં આવ્યો હોય, તેવી કોઈ ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી નથી. મારા માર્યાની વાત ખોટી છે. પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ફક્ત બોલાચાલી અને રકઝક થઈ હતી. જો કે, આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમ છતાં મહિલાને માર માર્યો હોવાની ઘટનાથી PI પોતાને અજાણ ગણાવી રહ્યાં છે. તેમજ આ આક્ષેપોને પણ નકારી રહ્યાં છે.

R_GJ_05_SUR_08MAR_05_LIVE_MARAMARI_VIDEO_SCRIPT

Feed in mail

સુરત : લાલગેટ પોલીસ મથકના પોલીસ કર્મચારી દ્વારા સૈયદપુરા પંપિંગ સ્ટેશન નજીક મહિલાને માર મારવામાં આવ્યો છે. આરોપ છે કેપુત્ર ને પોલીસ પૂછપરછ માટે લઈ જતી હોવાથી મહિલાએ છોડી મુકવા અજીજી કરી હતી.જો કે બાદમાં પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે શાબ્દિક તપાટપી થયા બાદ વાત મારામારી સુધી પોહચી.ત્રણ જેટલા યુવકોને પોલીસ કોઈ ગુના ના કામે પુછપરછ માટે લઈ જઈ રહી હતી. જે દરમ્યાન મહિલા અને પોલીસ કર્મચારી વચ્ચે મારામારી થઈ હતી.સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

સૈયદપુરા પમ્પીંગ પાસે આવેલી ચોકી બહાર ચાર રસ્તા પર મહિલાને પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ કર્યાં હતાં.
મહિલાએ જણાવ્યું હતું કે તે પોતાની બહેનની ઘરે જઈ રહી હતી આ દરમિયાન પોલીસ ચોકી પર તેના દીકરાને જોયો હતો. જેથી તે ત્યાં ગઈ અને દીકરાને એક તમાચો મારીને કહ્યું કે અહીં કેમ છે ત્યારે તેણે કહ્યું કે, મને પોલીસવાળા રિક્ષામાં જતો ત્યાંથી લઈ આવ્યાં છે. જેથી મેં મારા દીકરાને દુકાને કામ પર મોકલ્યો હતો. આ દરમિયાન હું ચોક પર આવી ત્યાં પોલીસના બે માણસો આવ્યાં અને ગાળા ગાળી કરીને જાહેરમાં તમાચા ઝીકી દેતા હું રસ્તા પર પડી ગઈ હતી અને બાદમાં 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 

ઘટના અંગે લાલગેટ પોલીસ મથકના પીઆઇ પાટીલનું નિવેદન છે કે, ત્રણ યુવકોને પુછપરછ માટે લાવવામાં આવ્યા હતા.પુછપરછ બાદ જવા દેવામાં આવ્યા છે.મહિલાને માર મારવામાં આવ્યો હોય તેવી કોઈ ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી નથી.મારામારી ની વાત ખોટી છે.પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ફક્ત બોલાચાલી અને રકઝક થઈ હતી.

જોકે સીસીટીવી સામે આવ્યા હોવા છતાં મહિલાને માર માર્યો હોવાની ઘટનાથી પીઆઈ પોતાને અંજાણ ગણાવી રહ્યા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.