ETV Bharat / city

સુરત ગ્રામ્ય શ્રમિકોના વિસ્તારમાં પોલીસ જ ફેલાવી રહી છે અફવાઓ...

દેશભરમાં શ્રમિકોની હાલત કફોડી બની છે. જેથી તમામ શ્રમિકો પોતાના વતન જવા ઇચ્છી રહ્યાં છે. આવા સમયે સુરત ગ્રામ્ય પોલીસનું વલણ ખૂબ જ ચોંકાવનારૂં સામે આવ્યું છે. પોલીસ ધમકીની ભાષામાં ગ્રામ્યમાં રહેતા ઉત્તરપ્રદેશ અને બિહારના શ્રમિકોને 2 દિવસની અંદર પોતાના વતન જવા માટે કહી રહ્યાં છે. એટલુ જ નહીં PCR વાનમાંથી પણ 2 દિવસમાં પોતાના વતન જવા માટે રવાના થઇ જવાની વાત સ્પીકરમાં કરવામાં આવી રહી છે. જો કે, અત્યાર સુધી યુપી અને બિહાર જવા માટે શ્રમિકોને પરવાનગી આપવામાં આવી નથી.

author img

By

Published : May 2, 2020, 10:46 AM IST

ETV BHARAT
સુરત ગ્રામ્યમાં પોલીસ જ ફેલાવી રહી છે અફવાઓ

સુરત: લોકડાઉનમાં અફવાનું બજાર ગરમ કરનારા સામે પોલીસ કાર્યવાહી કરે છે, પરંતુ સુરત ગ્રામ્યમાં પોલીસ પોતે અફવાઓ ફેલાવી રહી છે. ખાલી એક વીડિયો વાયરલ થયો છે, જેમાં PSI એચ.ગોહીલ પોતે પરપ્રાંતીય શ્રમિકોને 2 દિવસની અંદર પોતાના વતન જવા માટે કહી રહ્યા છે. એટલું જ નહીં ધમકી પણ આપી રહ્યા છે કે, તેઓ જો પોતાના વતન નહીં ગયા તો તેમને અત્યાર સુધી જમવાની વ્યવસ્થા આપવામાં આવી રહી હતી તે પણ આપવામાં આવશે નહીં અને ઘરની બહાર પણ નીકળવા દેવાશે નહીં.

સુરતમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે. લોકડાઉનના સમયે તેઓ પોતાના જ વતન જવા માટે ઈચ્છી રહ્યા હતા. બેરોજગારીના સમયે આર્થિક સંકળામણ અનુભવી રહેલા શ્રમિકોને આવી રીતે PSI દ્વારા ધમકી આપી અને અફવા ફેલાવનારો વિડીયો સામે આવતા લોકો પણ ચોંકી ઉઠ્યા છે. કારણ કે, અત્યાર સુધી ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે સરકારે પરવાનગી આપી નથી, તેમ છતાં સુરત ગ્રામ્ય પોલીસ આ લોકોને તેમના વતન જવા માટે PCR વેન થકી એનાઉન્સમેન્ટ કરાવી રહ્યા છે.

કેટલાક પોલીસકર્મીઓ કોરોના વાઇરસના આ કપરા સમયમાં કાબિલે તારીફ કાર્ય કરી રહ્યા છે, ત્યારે બીજી બાજૂ સુરત ગ્રામ્યથી વાઈરલ થયેલા અમાનવીય વિડીયોમાં પોલીસ ધમકી અને અફવા ફેલાવી રહીં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.