ETV Bharat / city

PM નરેન્દ્ર મોદીએ હરીપુરાથી ઇ ગ્રામ યોજનાની કરી હતી શરૂઆત

author img

By

Published : Jan 23, 2021, 7:08 PM IST

સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, વર્ષ 2009માં જ્યારે તેમને મુખ્ય પ્રધાન હતા. ત્યારે ગુજરાતના હરીપુરા ગામથી ઇ ગ્રામ યોજનાની શરૂઆત કરી હતી. સુભાષચંદ્ર બોઝ જે ગામમાં 1938માં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, તે જ ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2009માં ઇ ગ્રામની શરૂઆત કરી હતી.

ઇ ગ્રામ યોજના
ઇ ગ્રામ યોજના
  • સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2009માં ઇ ગ્રામની શરૂઆત કરી હતી
  • સુભાષચંદ્ર બોઝ હરીપુરા ગામમાં 1938માં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા

સુરત : સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, વર્ષ 2009માં જ્યારે તેમને મુખ્યપ્રધાન હતા. ત્યારે ગુજરાતના હરીપુરા ગામે ઇ ગ્રામ યોજનાની શરૂઆત કરી હતી. સુભાષચંદ્ર બોઝ જે ગામમાં 1938માં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, તે જ ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2009માં ઇ ગ્રામની શરૂઆત કરી હતી.

ડિજિટલાઇઝેશનનો લાભ લોકોને મળી રહ્યો છે

આ યોજના અંતર્ગત હાલ ગુજરાતના દરેક ગામોમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું કે, વર્ષ 2009માં બારડોલી તાલુકામાં આવેલા હરીપુરા ગામમાં તેમને ઇ ગ્રામ યોજનાની શરૂઆત કરી હતી. આજે આ યોજના દરેક ગામમાં જોવા મળી રહી છે. જેના થકી ડિજિટલાઇઝેશનનો લાભ લોકોને થઈ રહ્યો છે.

PM નરેન્દ્ર મોદીએ હરીપુરાથી ઇ ગ્રામ યોજનાની કરી હતી શરૂઆત

ઇ ગ્રામ યોજનાના કારણે ગામના લોકોને મળે છે સારી સુવિધાઓ

વર્ષ 2009માં ગામની મહિલા સરપંચ સુમિત્રા પટેલ હતા. સુમિત્રાએ જણાવ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગામે આવ્યા હતા. ત્યારે આ 1,800 ગામોમાં આ યોજનાની શરૂઆત થઈ હતી. જેનો લાભ ગામના લોકોને ત્યારથી થઈ રહ્યો છે. આ યોજનાના કારણે ગામના લોકોને સારી સુવિધાઓ મળી રહી છે અને ગર્વની વાત છે કે, વડાપ્રધાનને વર્ષો બાદ પણ હરીપુરા ગામ યાદ છે અને તેમને આ ગામનો ઉલ્લેખ કર્યો છે.

લાભ આખા રાજ્યના ના ગામો મેળવી રહ્યા છે

આ ગામના સુનિલે જણાવ્યું હતું કે, ઇ ગ્રામ યોજનાના કારણે લોકોને મોટો લાભ થયો છે. 7/12ની નકલ હોય કે અન્ય દસ્તાવેજ ડિજિટલ માધ્યમથી મેળવી શકાય છે. જેની શરૂઆત જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ત્યારે તેમને આ ગામથી કરી હતી. જેનો લાભ સમગ્ર રાજ્યના ગામને થઇ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.