સુરત: શહેરમાં માત્ર 10 દિવસમાં 70,000 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. જેને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આ ખાસ આયોજન 6 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યું હતું.
સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર દ્વારા આ અભિયાન ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિવિધ સંસ્થાઓએ જોડાઇને શહેરના વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ કર્યું હતું.
આ અંગે નીરવ શાહે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં 70,000 વૃક્ષો વાવીને તેમને ઉછેરવાના કાર્યક્રમનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યું હતુ.
6 સેપ્ટમ્બરથી શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં 70,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સિદ્ધીને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં વૃક્ષોનું રોપણ કરી દરેક વઋક્ષની કાળજી લેવાનો સંકલ્પ દરેક લોકો દ્વારા કરવામાં આવ્યો છે.