સુરત : કતારગામની ‘શિવમ જ્વેલ્સ’ ડાયમંડ કંપનીના એચ.આર. હેડ મહેશભાઈ ધામેલિયાએ જણાવ્યું કે, સૂરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ શરૂ થઈ ત્યારે ઘણા રત્નકલાકારો કોરોના સંક્રમિત થયાં હતાં. જેમાં તેઓ પણ કોરોના સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયાં છે. મિત્રોની પ્રેરણાથી તેઓ છ રત્નકલાકારોએ સંકલ્પ સાથે સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યાં છે. જરૂર જણાશે તો છ રત્નકલાકારોસાથે ફરી પ્લાઝમા ડોનેટ કરશું તેમ પઁણધામેલિયાએ કહ્યું હતું. વધુમાં તેઓ જણાવે છે કે, કંપનીના 350 રત્નકલાકારોના એન્ટિજન ટેસ્ટ કર્યા. પરંતુ તેમાથી એક પણ રત્નકલાકારને કોરોનાના લક્ષણો જણાયાં નથી.
સુરત શહેરની જ્વેલ્સ કંપનીના 6 રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કર્યું - દાન
સુરત શહેર રાજયમાં સૌથી વધુ પ્લાઝમા દાન સાથે આગળ વધી રહ્યું છે. આ ભૂમિની તાસીરના પરિણામે મોટી સંખ્યામાં રત્ન કલાકારો, ખેડૂતો, યુવાનો કોરોનાગ્રસ્તોની સારવાર વધુ સારી રીતે થઈ શકે તેવા ઉદ્દેશ સાથે પ્લાઝમા ડોનેટ કરી રહ્યાં છે. સુરત શહેરના શિવમ જ્વેલ્સના એક સાથે છ રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.