ETV Bharat / city

સુરત જિલ્લા માટે રૂપિયા 25,031 કરોડનું બેન્ક ધિરાણ કરવા માટેનું આયોજન

author img

By

Published : Mar 27, 2021, 1:25 PM IST

Updated : Mar 27, 2021, 5:07 PM IST

સુરત જિલ્લા કલેકટર ડૉક્ટર ધવલ પટેલના હસ્તે સુરત જિલ્લાના એન્યુઅલ ક્રેડિટ પ્લાન વર્ષ-2021-22નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા માટે રૂપિયા.25,031 કરોડનું બેન્ક ધિરાણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

surat
સુરત જિલ્લા માટે રૂપિયા 25,031 કરોડનું બેંક ધિરાણ કરવા માટેનું આયોજન
  • સુરત જિલ્લાના એન્યુઅલ ક્રેડિટ પ્લાનનું થયો લોન્ચ
  • સુરત જિલ્લા માટે રૂપિયા.25,031 કરોડનું બેન્ક ધિરાણ કરવાનો પ્લાન
  • ડૉક્ટર ધવલ પટેલના હસ્તે પ્લાન થયો લોન્ચ

સુરત: સુરત લીડ બેન્ક દ્વારા સુરત જિલ્લાના એન્યુઅલ ક્રેડિટ પ્લાન વર્ષ-2021-22નું સુરત જિલ્લા કલેક્ટર ડૉક્ટર ધવલ પટેલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ડિસ્ટ્રીક લેવલ રીવ્યુ કમિટી (DLRC)ની મળેલી બેઠકમાં સુરત જિલ્લા માટે રૂપિયા.25,031 કરોડનું બેન્ક ધિરાણ કરવા માટેનો પ્લાન ક્લેક્ટરના હસ્તે લોન્ચ કરાયો હતો.

જિલ્લાના એન્યુઅલ ક્રેડિટ પ્લાન વર્ષ-2021-22નું લોન્ચિંગ કરાયું

બેઠકમાં અન્ય પ્રાયોરીટી સેક્ટર જેમ કે, એગ્રિકલ્ચર સેક્ટર માટે રૂપિયા 5,207, M.S.M.E.સેક્ટકમાં રૂપિયા.15,550, એજયુકેશનમાં રૂપિયા.314, હાઉસિંગમાં 2,902 અન્ય પ્રાયોરીટી સેક્ટરમાં સહિત એમ કુલ રૂપિયા.25,031 કરોડનો એન્યુઅલ ક્રેડિટ પ્લાન આવતા વર્ષ-2021-22 માટે જિલ્લાની અગ્રણી બેંકો દ્વારા બનાવવામાં આવ્યો છે .

જિલ્લામાં 45 જેટલી અગ્રણી બેંક

સુરત જિલ્લામાં 45 જેટલી અગ્રણી બેન્કોને મળી 897 જેટલી શાખાઓ આવેલી છે. તેમજ બેંક ઓફ બરોડા લીડ બેન્ક તરીકે કામગીરી કરે છે. જિલ્લામાં વર્તમાન વર્ષ દરમિયાન 20,792 કરોડના વાર્ષિક લક્ષ્યાંક સામે જિલ્લાની બેન્કો દ્વારા 14,133 કરોડનું ધિરાણ ડિસેમ્બર-2020 સુધીમાં આપવામાં આવ્યું હતું.આ સાથે જિલ્લામાં પ્રધાન મંત્રી જન ધન યોજના અંતર્ગત 16,27,709 ખાતા ખોલવામાં આવ્યાં હતાં જે પૈકી મહિલાઓના કુલ 6,42,081 ખાતા છે અને 83 ટકા આધાર સિડિંગ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

વિવધ યોજનાઓનો લોકોએ લીધો લાભ

બીજી બાજુ સોશિયલ સિક્યોરિટી સ્કીમ અંતર્ગત 3,67,297 લોકોએ PMJJBY યોજનાનો લાભ લીધો છે તથા 7,20,357 લોકોએ જીવન સુરક્ષા વીમા યોજનાનો લાભ લીધો છે. પ્રધાન મંત્રી મુદ્રા યોજના અંતર્ગત 39,635 લોકોને રૂપિયા.450 કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું હતું.આ આયોજનમાં જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, બેંક ઓફ બરોડાના ડી.આર.એમ. સંજીવ શ્રીવાસ્તવ, નાબાર્ડના ડી.ડી.એમ પુરોહિત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજર લાડાણી સહિતના અધિકારીઓ જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જી.ગામિત, લીડ બેંક મેનેજર રસીક જેઠવા સહિત વિવિધ બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Mar 27, 2021, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.