- નાણાપ્રધાન નીતિન પટેલે આજે ગુજરાતનું બજેટ રજૂ કર્યું
- આવનારા દિવસોમાં બજેટનો દરેક નાગરિકને લાભ
- બજેટમાં આરોગ્યને પ્રધાનતા આપવામાં આવી
સુરતઃ નાણાપ્રધાન નીતિન પટેલે આજે ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટને લઇને ઓફિસમાં કામ કરતી મહિલાઓએ પોતાના મોબાઈલમાં ETV Bharat એપના માધ્યમથી બજેટ નિહાળી પ્રતિક્રિયા આપી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે, આ બજેટ મહિલાઓ સહિત આરોગ્ય ક્ષેત્ર માટે ખૂબ જ સરસ રહેશે. જેના કારણે આવનારા દિવસોમાં તેનો લાભ દરેક મહિલાઓ અને ગુજરાતનાં નાગરિકને મળી રહેશે.
બજેટ ફાળવણીથી મહિલાઓને લાભ
પોતાના મોબાઈલ ETV Bharat એપથી બજેટ જોનારા તેજલ બેને જણાવ્યું હતું કે, આ એપના માધ્યમથી હું બજેટ જોઈને માહિતી મેળવી છે કે, આ બજેટ ખુબ જ સરાહનીય છે અને બજેટમાં જે ફાળવણી કરવામાં આવી છે. તેના થકી મહિલાઓને ખૂબ જ લાભ થશે. મહિલાઓ આત્મનિર્ભર બનશે અને દરેક ક્ષેત્રમાં આવતી મહિલાઓને લાભ થશે.
બજેટ આરોગ્યલક્ષી
જ્યારે etv ભારતના માધ્યમથી મોબાઈલ પર બજેટ જોનારાએ જણાવ્યું હતું કે, આ બજેટ આરોગ્યલક્ષી છે. જે રીતે નાણાં પ્રધાન નીતિન પટેલે બજેટ રજૂ કર્યા છે. તેનાથી સ્પષ્ટ થઇ જાય છે કે, કોરોના કાળના કારણે આરોગ્ય ક્ષેત્ર અને મજબૂત બનાવવા માટે આ બજેટમાં આરોગ્યને પ્રધાનતા આપવામાં આવી છે.