- વેક્સિનેશનના ટોકન લેવા માટે લોકોની પડાપડી
- ટોકન મેળવતી વખતે સોશિયલ ડિસ્ટનસિંગના ઉડ્યા ધજાગરા
- લોકો સંક્રમણથી બચવા માટે વેક્સિન લગાવવા માટે તત્પર બન્યાં
સુરતઃ શહેરના ભીમપોર વિસ્તારની એક શાળામાં વેક્સિનેશનના ટોકન આપવાની લોકોને જાણ થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકોના ટોળા ધસી આવ્યાં હતા. ટોકન મેળવતી વખતે સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા હતા. લોકોએ ટોકન લેવા માટે પડાપડી કરી હતી. એટલું જ નહીં એકબીજાના હાથમાંથી ટોકન ઝૂટવી લેતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યાં હતા. આ દ્રશ્યો જોતા લાગી રહ્યું છે કે, લોકો સંક્રમણથી બચવા માટે વેક્સિન લગાવવા માટે તત્પર બન્યાં છે.
આ પણ વાંચોઃ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરનાર 18થી 44 વયના લોકોને સ્લોટ બુકિંગનો વિકલ્પ મળ્યો
દેશમાં હાલ 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાની પ્રક્રિયા થઈ છે શરૂ
દેશમાં હાલ 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. સાથે 45 વર્ષના લોકોને બીજો ડોઝ આપવાની પણ પ્રક્રિયા ચાલુ છે. આ વચ્ચે પાલિકા દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવા માટે ટોકન પ્રક્રિયા શરૂ કરાઇ છે. જેને લેવા માટે વહેલી સવારથી જ વેક્સિનેશન સેન્ટર ઉપર લોકોની લાઈન જોવા મળે છે. ટોકન લેવા માટે મહિલા અને પુરુષ કાઉન્ટર ઉપર પડાપડી કરતા જોવા મળ્યા હતા. એક બાજુ કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી બાજુ આ રીતે વેક્સિનેશન પ્રક્રિયા માટે ટોકન લેવામાં લોકો સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે.