ETV Bharat / city

સુરતમાં ગેરકાયદે ચાલતા મોટા કોલ સેન્ટરનો PCBએ કર્યો પર્દાફાશ

સુરત શહેરમાં ગેરકાયદે ચાલતા સૌથી મોટા કોલ સેન્ટરનો શહેર PCB (Prevention of Crime) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. PCB મળેલ માહિતીના આધારે જહાંગીરપુરા ખાતે આવેલ ગ્રીન એરિસ્ટ્રો પ્લાઝામાં આજ રોજ દરોડા પાડ્યા હતા. PCBએ 54 મોબાઈલ લેપટોપ, ટેબલેટ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. કોલ સેન્ટરની મહિલા સંચાલક બે લોકોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ PCBએ હાથ ધરી છે.

surat
સુરત
author img

By

Published : Aug 18, 2020, 11:31 AM IST

સુરત: શહેર PCB પોલીસ દ્વારા જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા કોમ્પલેક્સમાંથી ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે. દુકાન નંબર 233-234માં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરને PCB ઝડપી પાડ્યું હતું. જ્યાં કોલ સેન્ટરમાંથી 6 મહિલા સહિત 19 જેટલા લોકોની PCBએ અટકાયત કરી હતી.

PCBએ કોલ સેન્ટરમાંથી 54 મોબાઈલ, લેપટોપ ઉપરાંત ટેબલેટ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કોલ સેન્ટરના સંચાલકો નેહા મહેતા અને વિકાસ મહેતાને વોન્ટેડ જાહેર કર્યા છે. આ બંને સંચાલકો છેલ્લા લાંબા સમયથી અહીં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હોવાની માહિતી PCBને મળી હતી. જ્યાં હાલ બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતમાં ગેરકાયદે ચાલતા સૌથી મોટા કોલ સેન્ટરનો PCBએ પર્દાફાશ કર્યો

PCBની તપાસમાં જાણવા મળ્યું છે કે, કોલ સેન્ટરમાં કામ કરતા મહિલા સહિતના કર્મચારીઓ લોકોને કોલ કરી અવનવી સ્કીમો બતાવતા હતાં. જ્યાં શેર બજાર અને ફોરેકસ કંપનીમાં રોકાણ કરાવવાની ટીપ આપતા હતા. બાદમાં રોકાણ કરાવી પોતાના મોબાઈલ પણ બંધ કરી દેતા હતા. આ પ્રમાણે રૂપિયાના રોકાણ અને અવનવી સ્કીમોમાં લાભ અપાવવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી.

હાલ તો PCBએ સૌથી મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ કરી 19 લોકોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે ફરાર કોલ સેન્ટરના મહિલા સંચાલક સહિત 2 લોકોની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. PCBની તપાસ દરમિયાન અન્ય ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.