- વાલીઓએ ડૉનેશન ઉઘરાવ્યાની કરી ફરિયાદ
- DEO કચેરી બહાર વાલીઓએ વિરોધ નોંધાવ્યો
- વિવિધ બેનરો લઇ પહોંચ્યા DEO કચેરી
સુરતઃ શહેરમાં સ્કૂલ ફી ને લઈને વાલીઓ વિરોધ નોંધાવતા આવ્યા છે, ત્યારે સુરતમાં ડોનેશન ઉઘરાવ્યાની ફરિયાદ લઈને વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. શહેરના અઠવા લાઈન્સ વિસ્તારમાં આવેલી મેટાસ સ્કૂલ વિરુદ્ધ વાલીઓ તેમજ ઓલ સ્ટૂડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા DEO કચેરી પહોચી વિરોધ નોંધાવ્યો હતો.
50થી વધું વાલીઓ પાસેથી ડોનેશન ઉઘરાવ્યાનીં કરી ફરિયાદ
વાલીઓએ જણાવ્યું હતું કે, અલગ અલગ રીતે 50 જેટલા વાલીઓ પાસેથી ડોનેશન ઉઘરાવવામાં આવ્યુ હતું. જેને લઈને અગાઉ DEOને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
વાલીઓએ પુરાવા સાથે કરી રજૂઆત
આ ઉપરાંત અન્ય વાલીઓ પાસેથી ડોનેશન ઉઘરાવવામાં આવ્યું છે, તેના પુરાવા સાથે સોમવારે ફરી એક વખત રજૂઆત માટે વાલીઓ આવ્યા હતા. વાલીઓએ વિવિધ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.