તાપી: આદિવાસી એકતા મંચ તાપી (adivasi ekta manch tapi) દ્વારા વ્યારાના સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આગામી 5 માર્ચના રોજ સવારે 10 વાગ્યે વ્યારાના મિશન નાકા (vyara mission naka)થી રેલી નીકાળી પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ (Par Tapi Narmada Link Project)ના વિરોધમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ (Tribes In Tapi)ના લોકો જિલ્લા કલેકટરને આવેદપત્ર આપશે.
આ પણ વાંચો: Dam protest in Dharampur: ધરમપુરમાં ડેમ વિરોધની રેલીમાં લોકોનું ઘોડાપુર ઉમટ્યું
તાપી જિલ્લાનાં કુલ 38 ગામો અસરગ્રસ્ત
આદિવાસી એકતા મંચના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ હેઠળ ડાંગ જિલ્લામાં 3 ડેમો (Dams In Dang), વલસાડ જિલ્લામાં 2 ડેમો (Dams In Valsad), નાસિક જિલ્લામાં 1 ડેમ મળી કુલ 6 ડેમો (Dams In Nasik) સરકાર બનાવવા જઇ રહી છે. આ પરિયોજના હેઠળ તાપી જિલ્લાનાં કુલ 38 ગામો અસરગ્રસ્તની યાદીમાં આવે છે. આ 38 ગામોના અસરગ્રસ્ત લોકો સહિત ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ જિલ્લાના લોકો પણ સમર્થનમાં આવશે.
આ પણ વાંચો: Fire in dome Tapi Riverfront: સુરતમાં તાપી રિવરફ્રન્ટના ડોમમાં આગ લાગતા આગના ગોટેગોટા હવામાં ઉડ્યા
'ડેમ હટાવો, જંગલ બચાવો'નો નારો
આદિવાસી એકતા મંચનાં જીમી પટેલે જણાવ્યું હતું કે, પાર-તાપી-નર્મદા રિવર લિંક પરિયોજનાથી કુદરતી પર્યાવરણ અને જંગલો ડૂબાણમાં જશે. ગ્લોબલ વોર્મિંગ અને વૈશ્વિક મહામારી સામે જંગલોનો બચાવ (Forest conservation In Gujarat) જરૂરી બન્યો છે. જેથી આદિવાસી સમાજ દ્વારા પાર-તાપી-નર્મદા લિંક પરિયોજનાના વિરોધમાં 'ડેમ હટાવો, જંગલ બચાવો’, ‘પર્યાવરણ બચાવો, આદિવાસી બચાવો’ સૂત્રો સાથે તારીખ 5 માર્ચના રોજ વિશાળ જનમેદની સાથે વ્યારા મિશન નાકેથી રેલી નીકાળી જિલ્લા સેવા સદન પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. આદિવાસી એકતા મંચે આદિવાસી સમાજના જાગૃત લોકોને આ રેલી (Tribes Rally In Gujarat)માં જોડાવા માટે આહ્વાન કર્યું છે.