ETV Bharat / city

Pamod Boro in Surat : બોડોલેન્ડમાં હવે ઉગ્રવાદીઓની બંદૂકોના ધડાકા નથી, ટેક્સટાઈલ ઉદ્યોગના વિકાસ માટે મુલાકાત લીધી

બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજિયન આસામના ચીફ એક્ઝિક્યુટિવ મેમ્બર પ્રમોદ બોરોએ સુરતની મુલાકાત લીધી (Pamod Boro in Surat) હતી. તેઓ ટેક્સટાઈલ ટેકનોલોજી જાણી પોતાના વિસ્તારમાં ઇકોનોમીનો પડકાર સુધારવા માગે છે.

Pamod Boro in Surat : બોડોલેન્ડમાં હવે ઉગ્રવાદીઓની બંદૂકોના ધડાકા નથી, ટેક્સટાઈલ ઉદ્યોગના વિકાસ માટે મુલાકાત લીધી
Pamod Boro in Surat : બોડોલેન્ડમાં હવે ઉગ્રવાદીઓની બંદૂકોના ધડાકા નથી, ટેક્સટાઈલ ઉદ્યોગના વિકાસ માટે મુલાકાત લીધી
author img

By

Published : Jan 8, 2022, 6:39 PM IST

સુરત : દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલા બોડોલેન્ડ પહેલા ઉગ્રવાદી ગતિવિધિ માટે નામચીન હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં શાંતિ સર્જાઈ છે ઉગ્રવાદીઓએ સરેન્ડર કરી દીધું છે. આવા યુવાઓ સહિત મહિલાઓને રોજગારી મળે અને તેઓની કળાને ખ્યાતિ પ્રાપ્ત થાય એ માટે બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજિયન આસામના ચીફ એક્ઝિક્યુટિવ મેમ્બર પ્રમોદ બોરો (Bodoland Territorial Region Assam Chief Executive Member Pramod Boro) સુરતની મુલાકાતે (Pamod Boro in Surat)આવ્યા છે.

બોડોલેન્ડમાં શાંતિ સ્થપાયા બાદ રોજગાર પર કામ કરવાનો પડકાર છે

ટેક્સટાઈલ ટેકનોલોજી જાણવા સુરતની મુલાકાત લીધી

પ્રમોદ બોરો સુરતની ટેક્સટાઇલ ટેકનોલોજીથી (Surat Textile Industry Technology ) બોડોલેન્ડના લોકો પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે એ હેતુથી તેઓ સુરતની મુલાકાતે આવ્યા છે. તેમણે ETV Bharat સાથે ખાસ વાતચીત (Pamod Boro in Surat) કરી હતી.

સવાલ : ઉગ્રવાદ છોડીને જે યુવાનો પરત આવ્યા છે તેમના હાથમાં હથિયારની જગ્યાએ હવે હુન્નર આવે તે માટે આપ સુરત આવ્યાં છો ?

જવાબ : વર્ષ 2020માં જ્યારે બોડો ઉગ્રવાદીઓ જોડે સમજુતી થઈ ત્યારબાદ બોડોલેન્ડમાં સંપૂર્ણ શાંતિ થઈ ગઈ છે. આ અગાઉ વર્ષોથી ત્યાં હિંસા થતી હતી લોકો મરી રહ્યા હતાં. પૂર્વોત્તર રાજ્યોમાં વર્ષોથી હિંસા થતી હતી પણ ખાસ કરીને બોડોલેન્ડમાં આ સ્થિતિ વધારે હતી. 5000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં વર્ષ 2020માં જે શાંતિ કરાર થયો ત્યારબાદ જે યુવાનોને અમે ઉગ્રવાદી કહેતા હતાં તેઓ હથિયાર સાથે જંગલોમાં રહેતા હતાં તેઓ હવે ઘરે આવી ગયા છે. પોતાના પરિવાર સાથે રહે છે. હવે એક નવી શરૂઆત વિકાસ માટે થઈ છે. પોલિટિકલ રાઈટ, સોશિયલ કલ્ચર રાઈટ, લેંગ્વેજીસ જેવા અનેક હકો માટે લડ્યા હતાં. આ કરારના કારણે શાંતિ સ્થપાઈ છે. હવે અમે વિકાસ તરફ જોઈ રહ્યા છે. અમારા ક્ષેત્રની માતાઓ બહેનો સદીઓથી હેન્ડલુમનું કામ કરે છે જે કોમર્શિયલ નથી. અમારે એને કોમર્શિયલ કરવું છે. અમે ટેક્સટાઇલ ક્ષેત્રમાં ઇવી ઉત્પાદન એશિયામાં સૌથી વધારે કરીએ છીએ. પરંતુ ટેકનોલોજી અમારી પાસે નથી. એ માટે અમે દેશના ટેક્સટાઇલ હબ સુરતમાં આવ્યાં છીએ. સુરત ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ જ આગળ છે. જો આ ટેકનોલોજી (Surat Textile Industry Technology ) અમને મળી જાય તો યુવાનોને રોજગાર મળશે અને અમારી ઇકોનોમી પણ (textile industry development) આગળ જશે. અમે લોકોને આમંત્રણ આપીએ છીએ કે તેઓ બોડોલેન્ડ આવે, અમારે ત્યાં કળા છે પરંતુ ટેકનોલોજી નથી. અગાઉ શાંતિ નહોતી, પરંતુ હવે શાંતિ છે ટેકનોલોજી લાવવાથી ઇકોનોમી વધશે.

સવાલ : બોડોલેન્ડના યુવાનોને રોજગાર મળે એ માટે ઇસ્ટ અને વેસ્ટ માટે કઈ રીતે કનેક્શન માંગો છો ?

જવાબ : બોડોલેન્ડમાં શાંતિ લાવવા માટે અમે ઘણી મોટી યાત્રા કરી છે. પહેલા કેન્દ્ર સરકાર અને બ્યુરોક્રેસી સાંભળતી ન હતી. જેના કારણે બે રાજ્યો વચ્ચે હિંસા થતી હતી. તે આમને સામને આવી જતા હતાં. હાલ જે સરકાર છે તે કામ કરનાર અસરદાર છે. નિર્ણય લેનાર સરકાર છે જ્યારથી પીએમ મોદી આવ્યા છે, તેઓ પૂર્વોત્તર રાજ્યમાં ઘણી વાર આવ્યા છે. તેઓએ પૂર્વોત્તરની સમસ્યા જાણી છે. આજ દિન સુધીનો ઇતિહાસ છે કે કોઈ વડાપ્રધાન સૌથી વધુ પૂર્વોત્તર ક્ષેત્રમાં ગયા હોય તો તે નરેન્દ્ર મોદી છે. એક સરસ વાતાવરણ ઉભુ થયું જેના કારણે ત્યાં આજે ઉગ્રવાદીઓ હતાં તેઓને પણ તક મળી અને વાતચીત કરવા માટે તેઓ આગળ આવ્યાં અને તેમની સાથે સમજૂતી પણ થઇ ગઇ છે.

આ પણ વાંચોઃ આસામના રાજ્યપાલે બોડોલેન્ડ પ્રાદેશિક પરિષદનો હવાલો સંભાળ્યો

ઇકોનોમી સુધારવી મોટો પડકાર

અમારી એક જ કમજોરી છે કે અમારી ઇકોનોમી કમજોર છે જેના કારણે ત્યાં ખૂબ જ સમસ્યા થાય છે. અમે ત્યાંની ઇકોનોમીને મજબૂત બનાવવા માટે આંત્રેપ્રિન્યોર અને એન્ટરપ્રાઇઝમાં આવવું જરૂરી છે. અમારે ત્યાં શિક્ષણ સારું નહોતું, ત્યાં શાળાઓ નહોતી અને જે શાળાઓ છે તે ક્વોલિટી એજ્યુકેશન આપી શકે તેમ નહોતી. ત્યાં ટેકનોલોજી પણ નથી જેથી અમે નવી રીતે કામ કરી રહ્યા છે. ત્યાંના મુખ્યપ્રધાન પણ ડાયનામિક છે અને તેઓ આસામને ખૂબ જ આગળ લઇ જવા માંગે છે.

સવાલ : જો સ્થિતિ સામાન્ય છે તો AFSPA કાનૂનને હટાવવાની માંગ કેમ કરાઈ છે?

જવાબ : AFSPAની માંગ પહેલાથી જ છે. જ્યારે પોલીસે એટ્રોસિટી થાય છે અથવા તો આર્મી કે કોઇ ફોર્સ દ્વારા હિંસા થાય તો ચોક્કસથી ખોટું લાગે છે. અનેક હિંસાઓ એવી છે કે જે આખા સમાજને હાનિ પહોંચાડે છે. કેટલીક વાર નાનાનાના ગ્રુપ દ્વારા હિંસા થાય છે. મોટા ગ્રુપ હોય તો કેન્દ્ર સરકાર નજર રાખી રહી છે અને હાલ જે માહોલ છે તેના કારણે આ એકટ ચોક્કસથી હટાવવામાં આવશે. મને જાણવા મળ્યું છે અને મુખ્યપ્રધાને જાતે કીધું છે કે AFSPA હટાવવામાં આવશે. શાંતિ રહે તો આ કાયદા હટાવવામાં આવશે જો શાંતિ નહીં રહેશે તો કાયદો રહેશે. આ માટે અમે શાંતિ કાયમ કરવા માટે કટિબદ્ધ છીએ. જેને અમે ડ્રેકોનીયન કાયદા કહીએ છે તે હટાવવા માટે શાંતિ જાળવવી જરૂરી છે.

આ પણ વાંચોઃ આસામમાં NDFBના 1615 કેડર્સે કર્યું આત્મસમર્પણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.