ETV Bharat / city

પલસાણા પોલીસે એક સાથે નવ ચોરીનો ભેદ ઉકેલ્યો - સુરત જિલ્લા પલસાણા પોલીસ

સુરત જિલ્લાની પલસાણા પોલીસે ચાર આરોપીઓની ચોરીના ગુનામાં અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન જિલ્લાના પલસાણા ઉપરાંત કામરેજ અને બારડોલી પોલીસ મથકમાં થયેલી અલગ અલગ 9 ચોરીના ગુના ઉકેલાય ગયા હતા. પકડાયેલા આરોપીઓમાં એક કિશોરનો પણ સમાવેશ થાય છે.

પલસાણા પોલીસે એક સાથે નવ ચોરીનો ભેદ ઉકેલ્યો

author img

By

Published : May 17, 2021, 10:55 AM IST

  • સુરત જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં કરતા હતા ચોરી
  • મોબાઈલ ટાવરની બેટરી, મોટર સાયકલ અને મોબાઇલની ચોરી કરતા
  • નવ જેટલા ગુનાઓ ભેદ ઉકેલાયો

બારડોલી: પલસાણા પોલીસે ચાર આરોપીઓની મોબાઈલ ટાવરની બેટરી, બાઈક ચોરી, ઇલેક્ટ્રીક ઉપકરણોની ચોરીના ગુનામાં અટક કરી હતી. પોલીસે 9 જેટલા ગુનાના ભેદ ઉકેલ્યા હતા.

ચોરીનો મુદ્દામાલ લઈને સુરત જતા હતા ત્યારે પોલીસે દબોચ્યા

સુરતના જિલ્લાના પલસાણા પોલીસ મથકનો સ્ટાફ પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચોરીની હિરો હોન્ડા કંપનીની મોટર સાયકલની તથા અન્ય ચોરીમાં ગયેલા અન્ય મુદ્દામાલ લઈને જોળવા ગામ તરફથી કડોદરા થઇ સુરત તરફ જાય છે. જે બાતમી આધારે મૂળ મિર્ઝાપુરનો અને હાલ જોળવા ગામ ખાતે રહેતો આકાશ કેશવકાંત મિશ્રા તથા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને મોટરસાયકલ તથા અલગ-અલગ કંપનીના ચાર મોબાઇલો સાથે પકડી પાડ્યા હતા.

આ પણ વાંચો: સેલવાસમાં 7 મોબાઈલની ચોરી કરનાર 2 ચોરની ધરપકડ

પૂછપરછમાં કરી કબૂલાત

તેઓની વધુ પુછપરછ દરમિયાન પોતાની સાથેના અન્ય આરોપીઓ ગંગાધરા ખાતે રહેતા રવિન્દ્ર ઉર્ફે સંજયભાઇ મહેન્દ્ર યાદવ અને વિક્રમસિંગ જયપ્રકાશ સિંગ સાથે મળી પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ ચોરી કરેલી હોવાની કબૂલાત કરી હતી. ત્યારે પકડાયેલા આરોપીએ પલસાણા તેમજ બારડોલી અને કામરેજ ખાતે અલગ-અલગ ચોરીના કુલ 9 ગુના શોધી કાઢવામાં પલસાણા પોલીસને સફળતા મળી છે.

પલસાણા પોલીસે એક સાથે નવ ચોરીનો ભેદ ઉકેલ્યો

આ પણ વાંચો: રોડ પર લાગેલા CCTVના જંકશન બોક્સમાંથી સામાન ચોરી કરનારની ધરપકડ

2.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે

પલસાણા પોલીસે આકાશ કેશવકાંત મિશ્રા તેમજ રવિન્દ્ર ઉર્ફે સંજયભાઇ મહેન્દ્ર યાદવ તેમજ વિક્રમસિંગ જયપ્રકાશ સિંગ અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની હાલ અટકાયત કરી તેઓની પાસેથી 4 બાઈક, 12 મોબાઈલ ટાવર બેટરી, 13 મોબાઈલ, ટીવી, એર કુલર મળી 2,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.