ETV Bharat / city

કૃભકો કંપની સુરત અને યુપીમાં સ્થાપશે ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ - Shahjaha UP

સુરતના ઔદ્યોગિક વિસ્તાર હજીરા ખાતે આવેલી કૃભકો ભારતીય કોઓપરેટિવ લીમીટેડ, જે ખાતર ઉત્પાદન માટે પ્રખ્યાત છે, જેણે હવે કોરોના સંક્રમણના સમયે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની તૈયારી દર્શાવી છે. કૃભકો કંપની રાજ્યના સુરતમાં અને ઉત્તર પ્રદેશમાં ઓક્સિજનના બે પ્લાન્ટ સ્થાપશે. મેડિકલ ગ્રેડના ઓક્સિજન પ્લાન્ટની શરૂઆત બાદ ઓક્સિજન સરકારી અને જરૂરિયાત મંદ હોસ્પિટલોને વિનામૂલ્યે અપાશે.

સુરતની કૃભકો અને યુપીની શાહજહાંમાં સ્થાપાશે ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ

author img

By

Published : Apr 23, 2021, 6:46 PM IST

Updated : Apr 23, 2021, 7:02 PM IST

  • ગુજરાતના મુખ્યપ્રધાન રાહત ફંડમાં 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે
  • મેડિકલ ગ્રેટ ઓફ ઓક્સિજન પ્લાન્ટની દૈનિક ઉત્પાદન ક્ષમતા 100 D પ્રકારનું ઓક્સિજન સિલીન્ડર હશે
  • 21 દિવસની અંદર વિવિધ હોસ્પિટલ્સમાં વિનામૂલ્યે સિલીન્ડર અપાશે

સુરતઃ દેશમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે, ત્યારે મુશ્કેલીને હટાવવા અને રોગચાળાને પડકારવા કૃભકોના અધ્યક્ષ ડૉક્ટર ચંદ્રપાલ સિંહ અને કર્મચારીઓના યોગદાન દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન રાહત ફંડમાં 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કોરોના સામે લડવા માટે સુરતના હજીરા અને ઉત્તર પ્રદેશના શાહજહાનપુરમાં ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ બનાવવામાં આવશે.

સુરતની કૃભકો અને યુપીની શાહજહાંમાં સ્થાપાશે ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ
સુરતની કૃભકો અને યુપીની શાહજહાંમાં સ્થાપાશે ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ

આ પણ વાંચોઃ ઇફ્કો દ્વારા રાજ્યની હોસ્પિટલ્સમાં વિનામૂલ્યે અપાશે ઓક્સિજન

15 દિવસમાં પ્લાન્ટ કાર્યરત થશે

કૃભકો પ્લાન્ટના ઓપરેશન હેડ એમ. આર. શર્માએ જણાવ્યું હતું કે, કોરોના અસરગ્રસ્ત લોકોને મદદ માટે હોસ્પિટલ્સમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજનની તીવ્ર અછતને ધ્યાનમાં લેતા નાગરિકોએ હજીરા યુનિટમાં ઓક્સિજન ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે, તે પ્રક્રિયા સ્થાપનાના અગ્રીમ તબક્કામાં છે. આ મેડિકલ ગ્રેટ ઓફ ઓક્સિજન પ્લાન્ટની દૈનિક ઉત્પાદન ક્ષમતા 100 D પ્રકારનું ઓક્સિજન સિલીન્ડર હશે. 15 દિવસમાં પ્લાન્ટને કાર્યરત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની 6 ટનની ટેન્ક બનાવવાની કામગીરી હાથ ધરાઇ

કૃભકોની 100 ટકા પેટા કંપની આ જ પ્લાન્ટની સ્થાપના કરી રહી છે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,ઓક્સિજન સિલીન્ડરને સરકારી હોસ્પિટલ્સ અને અન્ય જરૂરિયાતમંદ હોસ્પિટલ્સમાં વિનામૂલ્યે આપવામાં આવશે. ઉત્તર પ્રદેશના શાહજહાનપુર ખાતે કૃભકો ફર્ટીલાઈઝર લીમીટેડ દ્વારા કૃભકોની 100 ટકા પેટા કંપની આ જ પ્લાન્ટની સ્થાપના કરી રહી છે. જે આગામી 21 દિવસની અંદર વિવિધ હોસ્પિટલ્સમાં વિનામૂલ્યે સિલીન્ડર આપશે.

Last Updated : Apr 23, 2021, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.