સુરતના અલગ અલગ વિસ્તારોમાં રહેતા વાલીઓને પોતાના બાળકોના એડમિશનના નામે લાખોની ઠગાઈનો મામલો સામે આવ્યો હતો. સુરતના વરાછા વિસ્તારમાં 55 વ્યક્તિઓ પાસે એડમિશનના નામે 41 લાખ રૂપિયાની ઠગાઇ થઈ હતી. જેમાં વાલીઓ દ્વારા જ્યોતિ પટેલ નામની મહિલાને રૂપિયા અપાયા હતા. તે મહિલાએ સુરતની જાણીતી સ્કૂલો લુડ્સ કોનવેટ અને સેનટ- ઝેવિયર્સ સ્કૂલમાં એડમિશન માટે રૂપિયા લીધા હતાં.
વરાછામાં રેહતા અને બ્યુટી પાર્લર ચલાવતી જ્યોતિ પટેલને વાલીએ રૂપિયા આપ્યા હતા. પણ આખરે રૂપિયા આપવા છતાં પણ કોઈ એડમિશન ના થતા આખો મામલો બહાર આવ્યો હતો. વાલીઓની આંખ ખુલી ગઈ કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. ત્યારે તમામ વાલીઓએ ભેગા થઈ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જો કે વાલીઓ દ્રારા પોતાના બાળકોને લુડ્સ કોનવેટ અને સેનટ - ઝેવિયર્સ સ્કૂલમાં એડમિશન ના મળતા રૂપિયા પરત માંગતા ઠગાઈની હકીકત સામે આવી હતી. બાદમાં આ મામલે વાલીઓ દ્રારા વરાછા પોલિસ મથકમાં ઠગાઇની અરજી કરવામાં આવી હતી. પોલીસે મહિલા અને અન્ય બીજા બે લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસે ઠગાઈના મુખ્ય આરોપી પ્રતીકની સરથાણા ખાતેથી ધરપકડ કરી છે. જેની પૂછપરછ કરતા એક મહત્વની હકીકત જાણવા મળી હતી કે આ પ્રતિકે માત્ર સુરતમાં નહિ વિદેશમાં પણ લોકો સાથે ચિટિંગ કર્યું હતું. જેમાં ઓસ્ટેલિયામાં જેલ પણ જઈ આવેલા છે. હાલ તો વરાછા પોલીસે પ્રતીકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.