- સ્થાનિકોએ અનેક વખત ફરિયાદો કરી
- હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી
- ત્રણ મહિનાથી પીવાનું પાણી ખરાબ આવે છે
આ પણ વાંચોઃ ભાવનગરઃ દુર્ગંધ સહિત ડહોળું પાણી આવતાં કોરોના મહામારીનો ડર
સુરતઃ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેથી લોકોને તકેદારી રાખવા તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે. બીજી તરફ સુરતમાં તંત્રની બેદરકારી પણ સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં હરિધામ સોસાયટી આવેલી છે. અહીં લગભગ ત્રણ મહિનાથી પીવાનું પાણી ખરાબ આવી રહ્યું છે. જેને લઇને સ્થાનિકો રોષે ભરાયા છે. પીવાનું પાણી ખરાબ આવતુ હોવાની રહીશોએ ફરિયાદ પણ કરી હતી પરંતુ આજ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી.
આ પણ વાંચોઃ નવસારીમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, ચૂંટણી બહિષ્કારની તૈયારી દર્શાવી
આસપાસ મોટા ખાડાઓ પણ આવેલા છે
ખરાબ પાણી આવતું હોવાથી અહીંના સ્થાનિકો બીમારીનો ભોગ બને તેવી પણ શક્યતા રહેલી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ અંગે અનેક ફરિયાદો કરી છે પરંતુ આજ સુધી તેમની સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી. આ ઉપરાંત તેમના ઘરની આસપાસ મોટા ખાડાઓ આવેલા છે અને તેમાં દુર્ગંધ મારતા પાણીનો ભરાવો પણ થયો છે. આ પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે જેના કારણે બાળકો પણ બીમારીનો ભોગ બને તેવી શક્યતા રહેલી છે.