- ભાજપ પાર્લામેન્ટ્રીના નિર્ણયનો વિરોધ
- નીરવ શાહના સમર્થકોએ કર્યો વિરોધ
- નિરવ શાહને ટિકિટ આપવા માટે રજૂઆત કરાઈ
સુરતઃ ભાજપ પાર્લામેન્ટ્રીના નિર્ણયનો સુરતમાં વિરોધ જોવા મળ્યો છે. જૈન સમાજ અને મુસ્લિમ સમાજના લોકો નીરવ શાહની તસ્વીર સાથે મોટી સંખ્યામાં હાજર થયા હતા અને નિરવ શાહને ટિકિટ આપવામાં આવે આ માટે સુત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, સમાજ દ્વારા માત્ર નીરવ શાહને સમર્થન આપવામાં આવી રહ્યો છે અને તેમને જ ટિકિટ આપવામાં આવે.
નીરવ શાહ આ વખતે ચૂંટણી લડી શકશે નહીં
સુરતમાં છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાતા આવતા નીરવ શાહ ગત ટર્મમાં ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત થયા હતા. જોકે, હવે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય બાદ આ વખતે તેઓ ચૂંટણી લડી શકશે નહીં. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે કે ત્રણ ટર્મથી ચૂંટાઈને આવતા કોર્પોરેટરોને આ વખતે ટિકિટ આપવામાં આવશે નહીં. આ નિર્ણય બાદ સુરતમાં વિરોધનો સૂર ઉઠયો છે. નીરવ શાહના સમર્થનમાં જૈન સમાજ અને મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો છે અને નિરવ શાહને ટિકિટ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.