- સુરતમાં ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ
- પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ અને ખાદ્ય તેલમાં ભાવ વધારાને લઈ વિરોધ
- ગેસ સીલીન્ડરના કટઆઉટ સાથે વિરોધ નોધાવ્યો
સુરતઃ પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ અને ખાદ્ય તેલમાં અસહ્યભાવ વધારો થઇ રહ્યો છે. કેટલાક રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે. એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ વધતી જતી મોંઘવારીને લઈને લોકોની હાલત કફોડી બની છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટી પાસે કોંગ્રેસના કાર્યકરોએ લોકોને સાથે રાખીને વિરોધ નોંધાવ્યો હતો.
ભાવ વધારાને લઈને સરકાર પર આક્રરા પ્રહારો
આ વિરોધ કાર્યક્રમમાં કોંગ્રી કાર્યકર્તા અને ગૃહિણીઓ ઉપસ્થિત રહી હતી અને ગેસ સીલીન્ડરના કટઆઉટ સાથે વિરોધ નોધાવ્યો હતો. તેમજ ભાવ વધારાને લઈને સરકાર પર આક્રરા પ્રહારો કર્યા હતા. સ્થાનિક રહેવાસી રેખાબેને જણાવ્યું હતું કે, ભાજપ સરકારના રાજમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને ખાદ્યતેલમાં અસહ્ય ભાવ વધારો થયો છે. અમારે ઘરે ચલાવવું મુશ્કેલ થયું છે. ત્યારે આ સરકાર ગરીબ લોકોનું કાઈ સાંભળતી નથી.