- VNSGUમાં પરીક્ષા અંગે લેવાયો નિર્ણય
- VNSGU દ્વારા લેવાશે ઓનલાઇન પરીક્ષાઓ
- પૂરતી માહિતી હવે પછી VNSGUની વેબ સાઈટ ઉપરથી મળશે
સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ બાકી રહેલી પરીક્ષાઓ અને લેવાની પરીક્ષાઓ ઉપર યુનિવર્સિટીની એકેડમિક બેઠકમાં હાલ આ કોરોના મહામારીમાં કંઇ રીતે પરીક્ષાઓ લેવામાં આવે તેના ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી. ચર્ચાઓ કર્યા બાદ યુનિવર્સિટી દ્વારા એમ નિર્ણય લેવાયો કે, હાલ જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાઓ આપે તે સારું રહેશે. હવેથી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની તમામ સંલગ્ન કોલેજોમાં આજ રીતે પરીક્ષાઓ લેવામાં આવશે.
આ પણ વાંચો: VNSGUના 60 ટકા કર્મચારીઓ કોરોના પોઝિટિવ
પરીક્ષાઓ 50 માર્ક્સ અને MCQ બેઇઝ ઉપર લેવામાં આવશે
આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને 1 કલાકનો સમય આપવામાં આવશે અને એમાં પણ 50 માર્ક્સનાં જ 50-MCQ આપવામાં આવશે અને વિદ્યાર્થીઓને આ પરીક્ષાઓ પોતાના મોબાઈલ દ્વારા જ આપવામાં આવશે. વિદ્યાર્થી ગમે ત્યાં હોઈ તે ત્યાંથી પરીક્ષાઓ આપી શકશે. પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે. તેની પૂરતી માહિતી આગળના દિવસોમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વેબ સાઈટ ઉપર મૂકવામાં આવશે.
આ પણ વાંચો: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડીકેટની બેઠક યોજાઈ
પરીક્ષા આપવામાં સક્ષમ નહીં હોય તેવા વિદ્યાર્થીઓને અપાશે ફરી એક વાર તક
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન.ચાવડાએ કહ્યું કે, હાલ કોરોના મહામારી ચાલી રહી છે તો વિદ્યાર્થીઓ અને અમે બધા પણ ખૂબ જ મૂંજવણમાં હતા કે, વિદ્યાર્થીઓની પરીક્ષાઓ કંઈ રીતે લેવામાં આવે. આજે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ બાકી રહેલી પરીક્ષાઓ અને લેવાની પરીક્ષાઓ ઉપર યુનિવર્સિટીની એકેડમિક મિટિંગ કરવામાં આવી હતી. તેમાં હાલ ચાલી રહેલી કોરોના મહામારીને કારણે યુનિવર્સિટી દ્વારા એમ નક્કી કરવામાં આવ્યું કે, હવે તમામ પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં સક્ષમ નહીં હોય તેવા વિદ્યાર્થીઓને ફરી એક વાર તક આપવામાં આવશે.
હાલમાં ઓનલાઇન પરીક્ષા જ બેસ્ટ
આ વખતે તમામ પરીક્ષાઓ 50 માર્ક્સ અને MCQ બેઇઝ ઉપર લેવામાં આવશે. તેનો સમય 1 કલાકનો રહેશે. આગળના દિવસોમાં જો કોરોના મહામારીમાં સુધારો જોવા મળશે તો રાજ્ય સરકારના આદેશ મૂજબ ફરીથી યુનિવર્સિટી દ્વારા બેઠક કરી નવો નિર્ણય લેવામાં આવશે, પરંતુ હાલ તો ઓનલાઇન પરીક્ષા જ બેસ્ટ છે.