- સુરતી શૈલેષ ગાંધીની રામમંદિર નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા
- રામમંદિર નિર્માણ સમિતિના 8 સભ્યોની સમિતિમાં નિમણૂક
- સુરત એસવીએનઆઈટી ખાતે ડિરેકટર પદ તરીકે ફરજ બજાવે છે શૈલેષ ગાંધી
સુરત : મૂળ ભાવનગરના અને હાલ સુરતમાં રહેતા શૈલેષ ગાંધીની અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટેની 8 સભ્યોની સમિતિમાં નિમણૂક થઈ છે. એ જ રામ મંદિર કે જેને જોવા માટે રામ ભક્તો વર્ષોથી રાહ જોઈ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે રામમંદિર નિર્માણ માટેની તજવીજ હાથ ધરાઈ છે. સમિતિની રચના પણ થઈ ગઈ છે. આ આઠ સભ્યો ફાઉન્ડેશન ડીઝાઇન સમિતિ ભૌગોલિક સ્થિતિ અંગે માર્ગદર્શન પૂરું પાડશે. જેમાં ગાંધી પણ શામેલ છે.
સમગ્ર દેશ માટે આસ્થાનું કેન્દ્ર બનેલા રામ જન્મભૂમિના સ્થાને ભવ્ય મંદિર સાકાર થાય તે માટે દેશભરના નિષ્ણાતોની સેવા લેવાઈ રહી છે. સિવિલ એન્જિનિયરિંગના છાત્રોને નિષ્ણાત બનાવવામાં શૈલેષ ગાંધીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેઓ આઇઆઇટી ચેેન્નઇમાં 27 વર્ષ અને છેલ્લાં ત્રણ વર્ષથી સુરત એસવીએનઆઈટી ખાતે ડિરેકટર પદ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. ફાઉન્ડેશન ડીઝાઇન સમિતિ ભૌગોલિક સ્થિતિ અંગે માર્ગદર્શન પૂરું પાડશે.
ફાઉન્ડેશન સમિતિના સભ્ય બન્યાં શૈલેષ ગાંધી
મૂળ ભાવનગરના અને હાલ સુરતમાં રહેતાં શૈલેષ ગાંધીની અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેની 8 સભ્યોની સમિતિમાં નિમણૂક થઈ છે. એ જ રામ મંદિર કે જેને જોવા માટે રામભક્તો વર્ષોથી રાહ જોઈ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે રામમંદિર નિર્માણ માટેની તજવીજ હાથ ધરાઈ છે. સમિતિની રચના પણ થઈ ગઈ છે. આ આઠ સભ્યો ફાઉન્ડેશન ડીઝાઇન સમિતિ ભૌગોલિક સ્થિતિ અંગે માર્ગદર્શન પૂરું પાડશે.જેમાં ગાંધી પણ શામેલ છે.
આઇઆઇટી ચેેન્નઇમાં 27 વર્ષ અને ત્રણ વર્ષથી સુરત એસવીએનઆઈટી ખાતે કાર્યરત
સમગ્ર દેશ માટે આસ્થાનું કેન્દ્ર બનેલા રામ જન્મભૂમિના સ્થાને ભવ્ય મંદિર સાકાર થાય તે માટે દેશભરના નિષ્ણાતોની સેવા લેવાઈ રહી છે. સિવિલ એન્જિનિયરિંગના છાત્રોને નિષ્ણાત બનાવવામાં શૈલેષ ગાંધીનો મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેઓ આઇઆઇટી ચેેન્નઇમાં 27 વર્ષ અને છેલ્લાં ત્રણ વર્ષથી સુરત એસવીએનઆઈટી ખાતે ડિરેકટર પદ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.