- અન્ય ઈંધણના વાહનો કરતાં આ ઈ-વ્હિકલ લોકો માટે સસ્તા
- કેટલાક દિવસોથી ઈ-વ્હિકલની માગમાં અચાનક જ વધારો
- કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે સબસિડી
સુરત : સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અને બીજી બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હિકલ (Electric Vehicle) પર આપવામાં આવી રહેલી સબસીડી (Subsidy)ના કારણે છેલ્લા કેટલાક દિવસથી ઈ-વ્હિકલ (E-Vehicle) ની માગમાં અચાનક જ વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં ઈ-વ્હિકલ માટે દોઢ મહિના સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે. સૌથી અગત્યની વાત એ છે કે, અન્ય ઈંધણના વાહનો કરતાં આ ઈ-વ્હિકલ (E-Vehicle) લોકો માટે સસ્તા છે અને લક્ઝરી કારમાં મળનારા ફીચર્સ આ ઈ-વ્હિકલમાં મળી રહ્યા છે.
ઇલેક્ટ્રિક વાહનોમાં પ્રતિ કિલોમીટર 10 પૈસાનો ખર્ચ
સુરતના પાંડેસરા વિસ્તારમાં ઇ-વ્હિકલ (E-Vehicle) નો શોરૂમ ધરાવતા વિનય કેજરીવાલે જણાવ્યું હતું કે, કોરોનાકાળ બાદ લોકો પર્યાવરણને લઈને ખૂબ જ સજાગ થયા છે. આ સાથે જ સરકાર જે રીતે સબસિડી આપી રહી છે. તેના કારણે લોકો હવે ઇ-વ્હિકલ (E-Vehicle) તરફ આકર્ષિત થયા છે. હાલમાં રોજ 25થી વધારે લોકો તેના માટે આવી રહ્યા છે. ઇ-વ્હિકલ (E-Vehicle)ની માગ વધવાથી હાલમાં દોઢ મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલની કારમાં પ્રતિ કિલોમીટર 2થી 3 રૂપિયાનો ખર્ચ આવે છે. બીજી બાજુ ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) માં પ્રતિ કિલોમીટર 10 પૈસાનો ખર્ચ આવે છે.
રિમોટથી પણ શરૂ થાય છે આ વાહન
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે ફીચર્સ સામાન્ય વાહનોમાં પણ નથી મળતા તે ફીચર્સ ઇલેક્ટ્રિક ટૂ વ્હિલર (Electric 2 wheelers) માં મળી રહ્યા છે. કિક સ્ટાર્ટની સાથે સાથે કી-લેસ એટલે કે ચાવી વગર શરૂ કરવાની પણ સુવિધા આ વાહનોમાં અપાઈ છે. આ વાહનો રિમોટથી પણ શરૂ થાય છે અને તેમાં મોબાઈલ ચાર્જીંગની પણ સુવિધા છે. આ સિવાય બ્લૂટૂથ, GPS સહિત ડિજિટલ ડિસ્પ્લે ઇલેક્ટ્રિક ટૂ વ્હિલર (Electric 2 wheelers) માં લોકોને મળે છે. સરકારની ઈલેક્ટ્રીક વ્હિકલ પોલિસી (Electric Vehicle Policy) ના કારણે હવે લોકો ઇ વ્હિકલ્સ (E-Vehicle) તરફ વળ્યા છે.
પર્યાવરણ માટે પણ સારા છે આ વાહનો
માર્કેટિંગ ફિલ્ડ સાથે સંકળાયેલા પરિમલ સોનાગરા ઇલેક્ટ્રિક ટૂ વ્હિલર (Electric 2 wheelers) ખરીદવા પહોંચ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, તેમનું કામ ફિલ્ડ પર ફરવાનું છે. હાલ જાણવા મળ્યું હતું કે, ઇ વ્હિકલ (E-Vehicle) પર સરકાર સબસિડી આપી રહી છે. જેના કારણે તેઓ ઇ વ્હિકલ ખરીદવા આવ્યા છે. આ વાહન કી-લેસ છે અને તમામ ફીચર્સ પણ ખૂબ સારા છે. પેટ્રોલથી ચાલતા વાહનો કરતા તેની કિંમત પણ ઘણી ઓછી છે. અન્ય એક ગ્રાહક વિનોદ જૈને જણાવ્યું હતું કે, આ વાહનો પર્યાવરણ માટે ખૂબ જ સારા છે. પર્યાવરણ લક્ષી હોવાના કારણે અને સરકાર દ્વારા આપવામાં આવી રહેલી સબસિડીને ધ્યાનમાં રાખીને તેઓ આ વાહન ખરીદવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો -