ETV Bharat / city

National Doctors' Day : મળો 6900થી વધુ પોસ્ટમોર્ટમ કરનારા સુરતના મહિલા ડૉક્ટરને - on National Doctors' Day meet a lady doctor who performed more than 6900 postmortem

એક મહિલા ડોક્ટર તરીકે પરિવાર અને પોતાની ફરજ નિભાવવી એ સૌથી મુશ્કેલ કાર્ય હોય છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital) માં ચીફ મેડિકલ ઓફિસર (CMO) તરીકે ફરજ બજાવનાર ડૉ.નિશા ચંદ્રા એક એવા મહિલા ડોક્ટર છે કે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન 6900થી પણ વધુ પોસ્ટમોર્ટમ (Postmortem) કર્યા છે. ડૉ. નિશા ચંદ્રા CMO તરીકે તમામ એવા કાર્ય કરે છે. જે એક મહિલા માટે ખૂબ જ પડકારરૂપ કાર્ય હોય છે.

National Doctors' Day
National Doctors' Day
author img

By

Published : Jul 1, 2021, 5:04 AM IST

  • સારવારથી લઇને પોસ્ટમોર્ટમ સુધીની કામગીરી કરી રહ્યા છે ડૉ. ચંદ્રા
  • પોતાના કાર્યકાળ દરમિયાન 6900થી વધુ પોસ્ટમોર્ટમ કર્યા છે
  • કોરોનામાં પણ પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવી

સુરત : તબીબોને ભગવાનનું બીજુ રૂપ ગણવામાં આવે છે. કોરોનાકાળમાં જે રીતે તબીબોએ 24 કલાક ફરજ બજાવી છે. તેના કારણે ડોક્ટરોને વિશ્વભરમાં વધુ માન સન્માન આપવામાં આવી રહ્યું છે. કોરોનાકાળમાં અચાનક મૃત્યુ પામનારા લોકોનું પોસ્ટમોર્ટમ કરવું એ કેટલું ચિંતાજનક હોઈ શકે એ ડોક્ટરો સિવાય બીજું કોણ જાણી શકે? આવી વિકટ પરિસ્થિતિમાં પણ સુરતના મહિલા ડોક્ટર નિશા ચંદ્રાએ પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર અનેક પોસ્ટમોર્ટમ કર્યા છે. ડોક્ટર નિશા ચંદ્રા પોતાના કાર્યકાળ દરમિયાન 6900થી વધુ પોસ્ટમોર્ટમ કરી ચૂક્યા છે.

મળો 6900થી વધુ પોસ્ટમોર્ટમ કરનારા સુરતના મહિલા ડૉક્ટરને

ડૉ. ચંદ્રાએ તમામ વિચારોને પાછળ મૂકીને આદર્શ ઉદાહરણ સ્થાપિત કર્યું

ડૉ. નિશા ચંદ્રાએ MBBS ઝારખંડના રાંચી શહેરમાંથી કર્યું છે. ત્યારબાદ પતિ સાથે ગુજરાત આવી ગયા હતા. તેઓ અહીં GPSCની પરીક્ષા પાસ કરીને Medical Officer બન્યા હતા. વર્ષ 2004થી તેઓ સતત સરકારી હોસ્પિટલમાં સેવા કરી રહ્યા છે. મોટાભાગના લોકો મહિલાઓને લોકો ખૂબ જ સંવેદનશીલ અને નાજુક સમજે છે, પરંતુ ડૉ. નિશા ચંદ્રાએ તમામ વિચારોને પાછળ મૂકીને લોકો માટે એક આદર્શ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. કલાકો સુધી ફરજ બજાવનારા ડૉ. નિશા ચંદ્રા એક દિવસમાં 8થી 10 પોસ્ટમોર્ટમ કરી ચૂક્યા છે. આ સાથે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખે છે.

બાળકો પણ કહેતા કે, મમ્મી શરીરમાંથી ગંધ આવે છે

ડૉ. નિશા ચંદ્રાએ જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટુડન્ટ હોવાના કારણે અભ્યાસક્રમમાં ઘણી બાબતો શિખવવામાં આવે છે અને પ્રેક્ટીકલ પણ કરાવવામાં આવતું હોય છે. જેથી પોસ્ટમોર્ટમ (Postmortem) કરવુ મારા માટે કોઈ મોટી વાત નથી, પરંતુ શરૂઆતમાં જ્યારે ઘણા ખરાબ અને ડીકમ્પોઝ મૃતદેહ આવતા હતા. તયારે થોડું અજીબ લાગતુ હતું. હવે તો આદત થઇ ગઇ છે. પોસ્ટમોર્ટમ કરીને જ્યારે ઘરે જઈએ છે, ત્યારે બાળકો પણ કહેતા હતા કે મમ્મી શરીરમાંથી ગંધ આવે છે પરંતુ આ અમારી ફરજ છે અને 2004થી હું આ સતત કરી રહી છું.

કોરોના દરમિયાન આકસ્મિક મોતના કિસ્સાઓમાં પોસ્ટમોર્ટમ કરવું પડતું હતું

તેમણે કોરોનાને લઈ જણાવ્યું હતું કે, ગાઈડલાઈન મુજબ કોરોના પોઝિટિવ દર્દીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી, પરંતુ અનેક કિસ્સાઓ એવા બન્યા હતા કે કોઈ વ્યક્તિનું આકસ્મિક મોત થઈ જાય. આવા સંજોગોમાં પોસ્ટમોર્ટમ કરવું પડતું હતું. કોરોનાકાળમાં પણ અચાનક મૃત્યુ પામનારા સેંકડો લોકોના પોસ્ટમોર્ટમ કર્યા છે. કેટલાક કિસ્સાઓમાં તો એવું પણ બન્યું હતું કે પોસ્ટમોર્ટમ બાદ મૃતકને ન્યુમોનિયા અથવા તો કોરોનાના લક્ષણો હોવાનું સામે આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.