ETV Bharat / city

Omicron preventive measures in surat : વિદેશથી આવેલા 230 લોકોનું ડિજિટલ ટ્રેસિંગ, હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર

કોરોનાના નવા વેરિએન્ટના મુદ્દે સુરત મહાનગરપાલિકા એલર્ટ (SMC Alert on omicron variants of corona ) છે પાલિકા દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવ્યા છે. જે વ્યક્તિએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોય તેમને જ જાહેર સ્થળો પર પ્રવેશ કરવા દેવાશે. એટલું જ નહીં આ વેરિયન્ટના દર્દીઓ માટે (Omicron preventive measures in suratઃ સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં 120 બેડની અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વિદેશથી આવનાર 230 લોકોનું ડિજિટલ માધ્યમથી ટ્રેસિંગ (Digital tracing of covid-19) કરવામાં આવી રહ્યું છે.

Omicron preventive measures in surat : વિદેશથી આવેલા 230 લોકોનું ડિજિટલ ટ્રેસિંગ, હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર
Omicron preventive measures in surat : વિદેશથી આવેલા 230 લોકોનું ડિજિટલ ટ્રેસિંગ, હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર
author img

By

Published : Dec 8, 2021, 2:05 PM IST

  • ઓમિક્રોન વેરિયન્ટના દર્દીઓ માટે સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 120 બેડની અલાયદી વ્યવસ્થા
  • વિદેશથી આવનાર 230 લોકો પર ડિજિટલ માધ્યમથી ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે
  • એકની ઉપર પોલીસ ફરિયાદ તો બીજા વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો છે

સુરત :સુરત શહેરમાં અત્યાર સુધી ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી તેમ છતાં મનપાએ (Omicron preventive measures in surat) તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 120 બેડની અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે. ઓમિક્રોન કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રસીના બે ડોઝ નહીં લેનાર વ્યક્તિઓની સરકારી તેમજ ખાનગી મિલકતોમાં પ્રવેશ પર પ્રતિબંધ (SMC Alert on omicron variants of corona) મૂકી દીધો છે. જો વિદ્યાર્થીઓએ પણ રસી મુકાવી ન હોય તો તેમને કોલેજ સ્કૂલમાં એન્ટ્રી નહીં આપવાની વિચારણા પણ મનપા દ્વારા કરવામાં આવી રહી છે.

ડિજિટલ માધ્યમથી ટ્રેસિંગ

આરોગ્ય વિભાગના અધિકારી ડો.આશિષ નાયકે જણાવ્યું હતું કે વિદેશથી આવનાર લોકોને સાત દિવસ ક્વારેન્ટાઈન રહેવું ફરજિયાત છે, એક અઠવાડિયાની અંદર 230 જેટલા લોકો વિદેશથી સુરત આવ્યા છે. તમામનું ડિજિટલ માધ્યમથી ટ્રેસિંગ (Digital tracing of covid-19) કરવામાં આવે છે. હાલ જ બે લોકોએ ક્વારેન્ટાઈન નિયમ ભંગ કરતા એકની ઉપર પોલીસ ફરિયાદ તો બીજા વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો છે. જે લોકો સાત દિવસ સુધી ક્વારેન્ટાઈન રહે છે તે સાત દિવસ પૂર્ણ થયા બાદ અમે ફરીથી RTPCR ટેસ્ટ કરાવતા હોઈએ છીએ (Omicron preventive measures in surat) અત્યાર સુધી કોઇનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.

Omicron રોકથામ માટે સુરત મહાનગરપાલિકા સાવધ છે

આઈસોલેશન વોર્ડ તૈયાર

સાથે તેઓએ જણાવ્યું હતું કે અન્ય રાજ્યોથી આવનાર લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ. જે લોકોએ કોરોના રસી નથી લીધી તેઓને ફરજિયાત RTPCR ટેસ્ટ કરીને સુરતમાં પ્રવેશ (Omicron preventive measures in surat) કરવો પડશે. ઓમિક્રોન વેરિએન્ટના દર્દીઓ આવે તો તેમને અલગ આઇસોલેશન વોર્ડમાં (Surat Civil Hospital Isolation Ward ) મુકવાની તૈયારીઓ પણ પાલિકા દ્વારા કરવામાં આવી છે. આ માટે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને સરકારી સિવિલ હોસ્પિટલમાં અલગથી આઈસોલેશન વોર્ડ તૈયાર (SMC Alert on omicron variants of corona) કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Omicron variant of Concern : તેના 50 જેટલા મ્યુટેશન અને રસી વિશે જણાવે છે ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. સમીર ગામી

આ પણ વાંચોઃ Omicron Variant In Surat: ઓમિક્રોનની દહેશત વચ્ચે મહાનગરપાલિકા એક્શન મોડમાં, શાળા-કોલેજોમાં પણ થઈ રહ્યા છે ટેસ્ટિંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.