સુરતઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલા (Lok Sabha Speaker Om Birla) રવિવારે સુરતના પ્રવાસે હતા. તે દરમિયાન તેમણે સુરતના વિકાસના વખાણ કર્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, વિશ્વના ઝડપથી વિકસી રહેલા શહેરોમાંથી એક સુરત પણ છે. અહીં શહેરના વિવિધ સામાજિક, ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એસોસિએશનો, સમાજ સંગઠનોએ તેમનું સન્માન કર્યું હતું. તો અહીં ઓમ બિરલાએ પણ સુરતના વિકાસના વખાણ (Om Birla on Surat Development) કર્યા હતા.
મહત્તમ દેશોમાં વસેલા ગુજરાતીઓએ વૈશ્વિક ફલક પર અલગ છાપ ઉભી કરી - આ કાર્યક્રમમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ (Lok Sabha Speaker Om Birla) જણાવ્યું હતું કે, વિશ્વના ઝડપથી વિકસી રહેલા શહેરોમાં સુરતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની સંસ્કૃતિ અને ઈતિહાસ સૌને પ્રેરણા આપનાર (Om Birla on Surat Development) રહ્યો છે. સુરતે સામાજિક અને આર્થિક રીતે વિકાસના નવા કિર્તીમાન સ્થાપિત કર્યા છે. આદરણીય મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરૂષ સરદાર પટેલ સાહેબની ભૂમિ ગુજરાતે હંમેશા દેશને નવી દિશા આપી છે. ગાંધીજીએ સત્ય અને અહિંસાના શસ્ત્રો સાથે દેશને આઝાદ કરવા માટે લડત ચલાવી હતી. વિશ્વના મહત્તમ દેશોમાં વસેલા ગુજરાતીઓએ વૈશ્વિક ફલક પર અલગ છાપ ઉભી કરી છે.
ગુજરાતમાં આવું છું, ત્યારે મને નવી ઉર્જા અને લોક સેવાની નવી પ્રેરણા મળે છે - લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતીઓએ જ્યાં જ્યાં વસવાટ કર્યો છે. તે દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. યૂગપુરૂષોની ભૂમિ ગુજરાતમાં આવું છું, ત્યારે મને અહીંથી નવી ઉર્જા અને લોકસેવાની નવી પ્રેરણા મળે છે એમ અહોભાવથી થઈ રહી છે. ભારત દેશ વડાપ્રધાનના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે વિકાસ કરી રહ્યો છે. સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી (Celebration of Azadi ka Amrit Mahotsav) કરી રહ્યો છે, ત્યારે દેશને આઝાદ કરવા માટે મહામૂલુ બલિદાન આપનારાઓને યાદ કરવાનો મહોત્સવ છે. સૌ કોઈને સમર્પણ ભાવના સાથે દેશને નવી ઉંચાઈએ લઈ જવાનો અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો- PM મોદી જામ શત્રુશલ્યસિંહજીના નિવાસ સ્થાને જઈ ખબર અંતર પૂછશે
સુરતે સમગ્ર ભારતમાં મિની ભારત તરીકે ઓળખાય છે - આ કાર્યક્રમમાં હાજરી આપનારા કેન્દ્રિય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશે જણાવ્યું હતું કે, સુરત સમગ્ર ભારતમાં મિની ભારત તરીકે ઓળખાય છે. સમગ્ર ભારતમાંથી આવેલા લોકોએ પોતાની કર્મભૂમિ બનાવી શહેરના વિકાસમાં સિંહફાળો આપ્યો છે એમ જણાવી લોકસભાના સ્પીકર ઓમ બિરલાને ગરવી ગુજરાત અને સુરતની ભૂમિ પર આવકાર્યા હતા.
આ પણ વાંચો- PM Modi Gujarat Visit: જાણો શું છે દેશનું પ્રથમ સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટર જેની PM મોદી કરશે મુલાકાત
આ મહાનુભાવો કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત - આ કાર્યક્રમમાં કેન્દ્રિય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ, શહેરના મેયર હેમાલી બોઘાવાલા, ધારાસભ્ય સંગિતા પાટિલ, વિવેક પટેલ, ઝંખના પટેલ, વી.ડી. ઝાલાવાડિયા, સુરત શહેર ભાજપ સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, વીર નર્મદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષભાઈ ગુજરાતી, વેપારીઓ અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.