સુરત : ઓલપાડ તાલુકાના સરોલી ગામે નજીવી બાબતે યુવકની હત્યા (Murder Case in Surat) કરી દેવામાં આવી છે. બાઇકમાંથી આવતા ઘોંઘાટને લઇ યુવક સાથે સસરા અને જમાઈએ બબાલ કરી હતી. ઉશ્કેરાયેલા જમાઈએ માથામાં બોથડ પદાર્થનો ઘા કરી દેતા યુવકનું (Murder of Young Man in Olpad) સારવાર મળે એ પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં ઘટના બાદ ફરાર સસરા અને જમાઈની ધરપકડ કરી લીધી હતી.
આ પણ વાંચો : ઈન્દોરમાં BSF જવાનના પુત્રની હત્યામાં ગુજરાતના એક આરોપીની ધરપકડ
બાઈકમાં મોટા અવાજને લઈને થઈ બોલાચાલી - 9મી એપ્રિલે રાત્રે ઓલપાડના સરોલી ગામે સાંજના સમયે હત્યાની ઘટના બની હતી. સરોલી ગામે હળપતિવાસમાં રેહતો દિવ્યાંગ રાઠોડ નામનો યુવાન બાઈક લઈને ગામના પટેલ ફળિયા માંથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન ગણપત પટેલ નામના આધેડે દિવ્યાંગ રાઠોડને રોકીને બાઈકમાંથી આવતા મોટા અવાજ કાઠવાને (Bike Driver Killed in Surat) લઇને બોલાચાલી કરી હતી. બોલાચાલી દરમિયાન આધેડના જમાઈ ચેતન પટેલ ત્યાં આવી પહોંચ્યા હતા. અને તેઓ ઉશ્કેરાઇ જઈ દિવ્યાંગ રાઠોડના માથામાં બોથડ પદાર્થનો ઘા કર્યો હતો. તેને ગંભીર ઈજા થતા હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ યુવકનું અવસાન થઈ ગયું હતું.
આ પણ વાંચો: શ્રીનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા, પોલીસે તપાસબાદ બન્ને પુત્રોની કરી ધરપકડ
પોલીસે હાથ ધરી હતી તપાસ - આ ઘટના બાદ સસરા ગણપત પટેલ અને જમાઈ ચેતન પટેલ ફરાર થઇ ચુક્યા હતા. પરંતુ આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ઓલપાડ પોલીસે (Olpad Police Station) ગણતરીના કલાકોમાં હત્યાના બંને આરોપી સસરા અને જમાઈને પકડી પાડ્યા હતા. અને તેમના વિરુદ્ધ હત્યા તેમજ એટ્રોસિટી (Crime Case in Surat) એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.