ETV Bharat / city

સુરત: સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખના સત્તાવાર નામ જાહેર કરાયા - સુરત અપડેટ

સુમુલ ડેરીની અગાઉ યોજાયેલી ચૂંટણીના પરિણામો મંગળવારે હાઇકોર્ટના આદેશ બાદ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રમુખ પદે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખપદે રાજુ પાઠકના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. હાઇકોર્ટના આદેશ બાદ આખરે સુમુલ ડેરી ખાતે ઔપચારિક મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પ્રાંત ઓફિસર હાજર રહ્યા હતા

સુરત સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખના સત્તાવાર નામ જાહેર

author img

By

Published : Nov 24, 2020, 7:14 PM IST

  • સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપ પ્રમુખ સત્તાવાર જાહેર કરાયા
  • 'ઉત્પાદનમાં વધારો થાય તેવા પ્રયાસ કરીશું'
  • બંન્ને ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા

સુરત: સુમુલ ડેરીની અગાઉ યોજાયેલી ચૂંટણીના પરિણામો મંગળવારે હાઇકોર્ટના આદેશ બાદ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રમુખ પદે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખપદે રાજુ પાઠકના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ યોજાયેલી ચૂંટણીમાં ગણતરીને લઈ સરકારના ડિરેક્ટરોનો વિવાદ થતા મામલો હાઇકોર્ટ સુધી પોહચ્યો હતો. હાઇકોર્ટ દ્વારા બંને સરકારી ડિરેક્ટરોની નિમણુંક રદ કરાતા મતગણતરીમાંથી બે મતો રદ કરવામાં આવ્યા હતા. જ્યાં હાઇકોર્ટના આદેશ બાદ આખરે સુમુલ ડેરી ખાતે ઔપચારિક મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પ્રાંત ઓફિસર હાજર રહ્યા હતા.

સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખના સત્તાવાર નામ જાહેર કરાયા

સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપ પ્રમુખ સત્તાવાર જાહેર કરાયા

હાઇકોર્ટના આદેશ અનુસાર મંગળવારે મત મતગણતરી કરવામાં આવી હતી. સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે કરવામાં આવેલી મતગણતરી મુજબ પ્રાંત ઓફિસર દ્વારા પ્રમુખ પદે માનસિંહ પટેલની વરણી કરવામાં આવી હતી. માનસિંહ પટેલને 15 મત પડ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર ભરત પટેલને 2 મત મળ્યા હતા. ઉપપ્રમુખ પદે રાજુ પાઠકની વરણી કરવામાં આવી હતી. જેમાં રાજુ પાઠકને ઉપપ્રમુખ પદ માટે 14 મત મળ્યા હતા. ત્યારે હરીફ ઉમેદવાર સુનિલ ગામીતને 3 મત મળ્યા હતા.

'ઉત્પાદનમાં વધારો થાય તેવા પ્રયાસ કરીશું'

આ અંગે નવનિયુક્ત પ્રમુખ માનસિંહ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 70 વર્ષ બાદ સંસ્થાને મોટી તક મળી છે. લોકોએ જે જવાબદારી આપી છે તેનેે પાર પાડીશું. પશુપાલકોની આવક અને શહેરી જનોને સ્વચ્છ દૂધ મળે તેવા પ્રયાસ કરીશું. ઉત્પાદનમાં વધારો થાય તેવા પ્રયાસો કરીશું.

બંન્ને ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા

નવનિયુક્ત ઉપ -પ્રમુખ રાજુ પાઠકે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં વધુથી વધુ પશુપાલકોને ફાયદો થાય તેવા પ્રયાસ કરીશું. બંને નવનિયુક્ત હોદેદારોને સમર્થકો દ્વારા બુકે આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.