સુરતઃ સુરતમાં એન.એસ.યુ.આઈ. દ્વારા મુખ્ય ત્રણ માંગોને લઈને દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સીટીના કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન આપવા માટે મોટી સંખ્યામાં એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો હાજર રહ્યા હતા.
સિન્ડીકેટ મીટીંગનો વિરોધ
સુરતમાં એન.એસ.યુ.આઈ. દ્વારા મુખ્ય ત્રણ માંગોને લઈને દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સીટીના કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન આપવા માટે મોટી સંખ્યામાં એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો હાજર રહ્યા હતાં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સિન્ડીકેટ એજન્ડામાં તેઓની માંગનો સમાવેશ નહી કરવામાં આવે તો એન.એસ.યુ.આઈ. દ્વારા સિન્ડીકેટ મીટીંગનો વિરોધ કરવામાં આવશે.
- યુનિવર્સીટી દ્વારા કોલેજો અને ડીપાર્ટમેન્ટમાં શિક્ષણ ફી સિવાયની અન્ય તમામ ફી માફ કરી શિક્ષણ ફીમાં ઘટાડો કરવામાં આવે
- સુરત શહેરની તમામ બી.સી.એ. કોલેજમાં 60 ટકા કરતા ઓછા ટકાવારી ધરાવનાર એક પણ વિદ્યાર્થીને પ્રવેશ મળેલ નથી ત્યારે સુરતની બીસીએ કોલેજમાં વર્ગોની સંખ્યા તેમજ વર્ગ દીઠ સીટોમાં વધારો કરી બી.સી.એ.ની સીટો વધારવામાં આવે
- તેમજ હોમિયોપેથીક ફેકલ્ટીમાં તમામ સેમેસ્ટરની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે તેમજ સી.ડી.પચ્ચીગર હોમિયોપેથીક કોલેજના 100 જેટલા વિદ્યાર્થીઓને તારીખ 30-09-2020 ના રોજ યુનિવર્સીટીમાં આપેલી અરજી પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે
એનએસયુઆઈએ કરેલી તેમની માંગ જો પુરી નહી થાય તો સિન્ડીકેટ મીટિંગનો વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી છે.