- NSUI દ્વારા ઓનલાઇન ક્લાસિસ ચાલુ કરવાની માગ
- VNSGUમાં યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરાઈ
- વિદ્યાર્થીઓને પરીક્ષાઓ માટે ઑફલાઇન- ઓનલાઇન બે ઓપ્શન આપવાની માગ
સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આજે મંગળવારે NSUI દ્વારા ઓનલાઇન ક્લાસિસ ચાલુ કરવા બાબતે યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી કે, હાલ યુનિવર્સિટીના તમામ ઓનલાઇન ક્લાસિસ બંધ રાખવામાં આવ્યા છે. શા માટે ? આ ક્લાસિસ બંધ હોવાને કારણે ઘણા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. તાત્કાલિક આ બાબતે કોઈ નિણય લેવામાં આવે અને વિદ્યાર્થીઓને પરીક્ષાઓ માટે ઑફલાઇન- ઓનલાઇન બે ઓપ્શન આપવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : VNSGUમાં આજથી RT-PCR ટેસ્ટિંગ શરૂ કરાયું
તાત્કાલિક ધોરણે ઓનલાઇન ક્લાસિસ ચાલુ કરવામાં આવે : માજિદ પટેલ (ઉપપ્રમુખ, NSUI)
NSUI દ્વારા એમ કહેવામાં આવ્યું કે ,આજે મંગળવારે અમે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપ્યું છે કે, યુનિવર્સિટી દ્વારા જે ઓનલાઇન ક્લાસિસ બંધ કરીને જે તાનાશાહીનો નિણય લેવામાં આવ્યો છે. તે નિણય પાછો ખેંચવામાં આવે અને તાત્કાલિક ધોરણે ઓનલાઇન ક્લાસિસ ચાલુ કરવામાં આવે. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવામાં મદદરૂપ થાય અને તે લોકોનું અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે. સાથે જે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાનો લેવાનો નિણય લેવામાં આવ્યો છે તેની NSUI દ્વારા એમ માંગણી પણ કરવામાં આવી કે ઑફલાઈન પણ પરીક્ષા લેવાનો નિણય લેવામાં આવે. જેથી જે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન નઈ હોય, ગ્રામ્ય વિસ્તારમાં હોય, નેટવર્ક પ્રોબ્લમ હોય તે વિદ્યાર્થીઓ મદદ રૂપ થઇ શકે. આજે NSUI દ્વારા આ બે માગોને લઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. - માજિદ પટેલ (ઉપપ્રમુખ, NSUI)
આ પણ વાંચો : સુરતની VNSGUમાં RT- PCR લેબ શરૂ કરવામાં આવી
ઓનલાઇન ક્લાસિસની શરૂ કરવામાં આવશે : ડૉ. કિશોરસિંહ ચાવડા (કુલપતિ, VNSGU)
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, આજે મંગળવારે NSUI દ્વારા મને જે બે બાબતોની રજૂઆત કરવામાં આવી છે તેમાંથી એક બાબત જે ઑફલાઈન પરીક્ષા તે તો વિદ્યાર્થીઓ આપી શકશે. તેની આગળ પણ યુનિવર્સિટી દ્વારા પરીપત્રક બહાર પાડવામાં આવ્યો જ હતો કે પરીક્ષા બે રીતે લેવામાં આવશે. ઓનલાઇન અને ઓફલાઈન અને ઓનલાઇન ક્લાસિસની જે વાત છે તે શરૂ કરવામાં આવશે. - ડૉ. કિશોરસિંહ ચાવડા ( કુલપતિ, VNSGU)